શોધખોળ કરો

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે વરસાદને લઈને નહીં પરતું રાજકારણને લઈ સૌથી મોટી આગાહી કરી છે. પ્રથમ વખત અંબાલાલ પટેલે રાજકારણ પર આગાહી કરી છે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે વરસાદને લઈને નહીં પરતું રાજકારણને લઈ સૌથી મોટી આગાહી કરી છે. પ્રથમ વખત અંબાલાલ પટેલે રાજકારણ પર આગાહી કરી છે.  અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે. આ સાથે જ તેમણે કહ્યું,  ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ આવશે. રાજકીય પક્ષોમાં હુંસાતુંસી અને મતભેદ વધુ થશે. રાજ્યમાં તખ્તા પલટ થવાની કોઈ શક્યતા નથી. મોટો પક્ષ ભાજપ છે એટલે તેમાં આવાગમન રહેશે. 

રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થશે

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થશે.  તેમણે કહ્યું છે કે રાજ્યમાં તખ્તા પલટની કોઈ શક્યતા નથી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાના કારણે તેમાં આવાગમન રહેશે. ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે,  અંબાલાલ પટેલ હવામાનની આગાહીના નિષ્ણાંત છે.  અંબાલાલ પટેલ રાજકીય આગાહી કરે છે તેને વધુ મહત્વ આપી ન શકાય. રાજકીય ઉથલપાથલ થવી લગભગ અશક્ય છે. 

આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર રાજ્યમાં અંબાલાલ પટેલ જાણીતા છે

અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતું છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે રાજ્યમાં વરસાદ કેવી પડશે આ પ્રકારની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમની આગાહી પર સતત નજર રાખતા રહે છે. અંબાલાલ પટેલ એગ્રિકલ્ચર ગ્રેજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે. અંબાલાલ પટેલનો જન્મ પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાતલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો.

અંબાલાલ પટેલે 1980માં પ્રથમ આગાહી કરી હતી

અંબાલાલ પટેલનું કહેવું છે કે, રાજ્યમાં કેવો વરસાદ પડશે, ક્યાં પડશે તેની જાણકારી માટે મને ખેડૂતોના સતત ફોન કરતા રહે છે. સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોના  ફોન વધારે આવે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ફોન આવે છે. અંબાલાલ પટેલે 1980માં પ્રથમ આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ગરમી, ઠંડી કે પછી ચોમાસું તમામ સીઝનમાં તેઓ આગાહી કરતા હોય છે.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget