Exclusive: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કર્યા હાર્દિક પંડ્યાના વખાણ, જાણો શું કહ્યું ?
એશિયા કપમાં રવિવારે 4 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 મેચ રમાશે. બંને ટીમોની એકબીજા સામે એશિયા કપની આ બીજી મેચ હશે.
Shahid Afridi on Hardik Pandya: એશિયા કપમાં રવિવારે 4 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 મેચ રમાશે. બંને ટીમોની એકબીજા સામે એશિયા કપની આ બીજી મેચ હશે. આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ABP ન્યૂઝના સ્પેશિયલ શો Biggest Matchમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના વખાણ કર્યા છે. તેણે હાર્દિકના વખાણ કરતા મોટું નિવેદન આપ્યું છે.
હાર્દિક મહાન ઓલરાઉન્ડર છે
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ હાર્દિક પંડ્યાના વખાણ કરતા કહ્યું કે ભારતીય ટીમમાં હાર્દિકમાં એક મહાન ઓલરાઉન્ડર છે. ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા જેવો રોલ ભજવે છે તેવી ભૂમિકા પાકિસ્તાનમાં ભજવનારા લોકોની કમી છે.
બીજી તરફ શાહિદ આફ્રિદીએ કહ્યું કે ભારતીય ટીમ મિડલ ઓર્ડરમાં પાકિસ્તાન કરતા વધુ મજબૂત છે. અમારા મિડલ ઓર્ડરના ખેલાડીઓ અંદર અને બહાર થતા રહ્યા છે. જેના કારણે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. પરંતુ અમારા મિડલ ઓર્ડરના ખેલાડીઓ સકારાત્મક ક્રિકેટ રમે છે. મિડલ ઓર્ડરમાં અમારે એવા ખેલાડીની જરૂર છે જે પોતાની ઇનિંગ્સને મજબૂત કરીને રમતને બદલી શકે. તે જ સમયે, શાહિદ આફ્રિદીએ એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા પ્રેશરવાળી મેચ હોય છે, તેથી જે પણ પ્રેશરને સારી રીતે સંભાળે છે તે આ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે.
રોહિત-પંડ્યા શાનદાર પ્રદર્શન કરી શકે છે
શાહિદ આફ્રિદીએ સુપર-4 મેચમાં ભારત માટે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરનાર બે ખેલાડીઓની પણ પસંદગી કરી હતી. જેમાં શાહિદે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. રોહિત વિશે વાત કરતા તેણે કહ્યું કે રોહિતની એક ઇનિંગ બાકી છે, તે કેપ્ટન પણ છે, તેના માટે રન બનાવવા પણ જરૂરી છે. આ સાથે જ તેણે હાર્દિક પંડ્યાનું બીજું નામ લીધું. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરૂદ્ધ 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે બેટિંગમાં 33 રનની વિસ્ફોટક મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી હતી.
આ પણ વાંચોઃ
Entertainment News: સુકેશ ચંદ્રશેખર ઠગાઈ મામલે EOW એ Nora Fatehi ની કરી પૂછપરછ, 6 કલાક પૂછ્યા સવાલ
Flood: પાકિસ્તાનનો 33 ટકા હિસ્સો જળમગ્ન, 1200થી વધુ લોકોના મોત, 3 કરોડો લોકો પ્રભાવિત
In Pics: બ્રહ્માસ્ત્રને પ્રમોટ કરવા સુપર ક્યુટ અંદાજમાં પહોંચી Alia Bhatt, બતાવ્યું Baby on Board….
Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો
US Opens 2022: સેરેના વિલિયમ્સ યુએસ ઓપનમાંથી હાર, એગ્લા ટોમલ્જાનોવિકે આપી હાર