(Source: ECI/ABP News/ABP Majha)
WC 2023: ભારત-પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદની હૉટલોના ભાવમાં થયો અધધધ વધારો, અત્યારથી જ થવા લાગ્યા રૂમો બુક.....
આ ટૂર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે, જેમાં ઓપનિંગ મેચ, ફાઈનલ અને ભારત-પાકિસ્તાનની મેચ આ ત્રણેય મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Online Hotel Booking in Ahmedabad: આઇસીસીએ (ICC) આગામી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023નું (ICC Men's Cricket World Cup 2023) સંપૂર્ણ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. આમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન (India VS Pakistan) વચ્ચે રમાશે, આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો તમે આ ઓક્ટોબરમાં અમદાવાદમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ભારત અને પાકિસ્તાન મેચ ગ્રાઉન્ડમાં જઇને જોવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમારે હૉટેલ બુકિંગમાં વિલંબ ના કરવો જોઈએ. કારણ કે મેચ પહેલા આ સમયે હૉટલના ભાવ વધી રહ્યા છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવામાં હજુ લગભગ 100 દિવસ બાકી છે, પરંતુ અમદાવાદની હૉટલોએ પહેલો મેચનો બૉલ ફેંકાય તે પહેલા જ હૉટલના ભાવમાં ધરખમ વધારો કરી દીધો છે.
ભારત VS પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ -
આ ટૂર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે, જેમાં ઓપનિંગ મેચ, ફાઈનલ અને ભારત-પાકિસ્તાનની મેચ આ ત્રણેય મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ITC નર્મદાના જનરલ મેનેજર કીનન મેકેન્ઝીએ જણાવ્યું હતું કે - “ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે રમાનારી મેચને લઈને ખુબ ઉત્સાહ છે. 13-16 ઓક્ટોબરના સમયગાળા માટે બુકિંગ પહેલેથી જ થઈ ચૂક્યું છે અને મોટા ભાગે મેચના દિવસોમાં શહેરમાં આ હૉટલોના રૂમો બુક થઇ જવાની પુરેપુરી સંભાવના છે.
હૉટલ બુકિંગના ભાવમાં ધરખમ વધારો -
હયાત રીજન્સી અમદાવાદના જનરલ મેનેજર પુનીત બૈજલે જણાવ્યું હતું કે મોટાભાગની ફાઇવ સ્ટાર હૉટલોમાં મેચના દિવસો માટે 60-90% રૂમ બુક થઇ ચૂક્યા છે. લગભગ 80% (રૂમ) મેચના દિવસો માટે રૂમો બુક થઇ ચૂક્યા છે. બેઝ ક્લાસ રૂમ લગભગ 52,000 રૂપિયા અને પ્રીમિયમ ક્લાસ રૂમ 1 લાખ રૂપિયા અને તેનાથી વધુમાં બુક થઇ રહ્યાં છે.
તાજ ગૃપની પ્રૉપર્ટી ચલાવતા સંકલ્પ ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) અતુલ બુધરાજાએ જણાવ્યું હતું કે, "અમે અમારી બે પ્રોપર્ટી માટે 14-16 ઓક્ટોબરના રોજ બુક કરાવી ચૂક્યા છીએ. અમારી ઇન્વેન્ટરીમાંથી ઓછામાં ઓછી 40-60% બુક થઈ ગઈ છે."
ITC નર્મદા, જ્યાં સૌથી સસ્તા રૂમો સામાન્ય રીતે બે રાત માટે 64,000 રૂપિયા જેટલો હોય છે, હાલમાં 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી 1,70,000 રૂપિયાથી વધુમાં બુકિંગ થઈ રહ્યું છે. ખાસ વાત છે ઓનલાઈન ચેક કરવા પર જાણવા મળ્યું કે મોટાભાગની હૉટલોમાં બુકિંગ ફુલ છે.
Join Our Official Telegram Channel: