IND vs SA 1st ODI: પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાની આફ્રિકા સામે 8 વિકેટથી જીત, સુદર્શન-અય્યરની ફિફ્ટી
ભારતીય ક્રિકેટ ટીમ આજથી દક્ષિણ આફ્રિકામાં નવી શરૂઆત કરશે. વાસ્તવમાં, 2023 વર્લ્ડકપની ફાઈનલ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા ODI ફોર્મેટમાં મેદાનમાં ઉતરશે

Background
South Africa vs India, 1st ODI: ભારતીય ક્રિકેટ ટીમ આજથી દક્ષિણ આફ્રિકામાં નવી શરૂઆત કરશે. વાસ્તવમાં, 2023 વર્લ્ડકપની ફાઈનલ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા ODI ફોર્મેટમાં મેદાનમાં ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ આજે રમાશે.
ટીમ ઇન્ડિયાની સીરીઝ પર 1-0થી લીડ
ભારતે વનડે સીરીઝની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 116 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી અને અણનમ 55 રન બનાવ્યા. તેણે 43 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા ફટકાર્યા. શ્રેયસ અય્યરે 45 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા અર્શદીપસિંહ અને અવેશ ખાને બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અર્શદીપે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ લીધી હતી. આવેશ ખાને 8 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને પણ સફળતા મળી.
પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાની જીત
પ્રથમ વનડેમાં ભારતીય ટીમની શાનદાર જીત થઇ છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમે પ્રથમ મેચ જીતીને સીરીઝ પર 1-0થી લીડ મેળવી લીધી છે. મેચમાં ભારતીય બૉલરો બાદ બેટ્સમેનોએ પણ કમાલનું પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે 16.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને સાઉથ આફ્રિકાએ આપેલા 117 રનના લક્ષ્યાંકને ચેઝ કરી લીધો હતો, આ સાથે જ ભારતીય ટીમનો 8 વિકેટથી વિજય થયો હતો. બેટિંગમાં સાંઇ સુંદર્શન અને શ્રેયસ અય્યરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી.




















