(Source: ECI/ABP News/ABP Majha)
Ind vs SA, 1st ODI Highlights: ભારત સામે પ્રથમ વન-ડેમાં સાઉથ આફ્રિકાનો 31 રનથી વિજય, 1-0ની મેળવી લીડ
IND vs SA, 1st ODI, Boland Park:આ અગાઉ સાઉથ આફ્રિકાએ ભારતને જીતવા માટે 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં ચાર વિકેટ પર 296 રન ફટકાર્યા હતા
કેપટાઉનઃ સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતને 31 રનથી હાર આપી હતી. આ સાથે સાઉથ આફ્રિકાએ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. 297 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 265 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શિખર ધવને 79, વિરાટ કોહલીએ 51 અને શાર્દુલ ઠાકુરે અણનમ 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી એનગિજી, તબરેઝ શમ્સી અને ફેબલુકવાયોએ બે-બે વિકેટ ઝડપી હતી.
297 રનનો ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રાહુલની વિકેટ જલદી ગુમાવ્યા બાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ ઈનિંગ સંભાળી હતી. શિખર ધવનના 79 રન અને વિરાટ કોહલીની ફિફ્ટીથી ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું. જોકે, મિડલ ઓર્ડરમાં રિષભ પંત, શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયર નિષ્ફળ રહેતા ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ અગાઉ સાઉથ આફ્રિકાએ ભારતને જીતવા માટે 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં ચાર વિકેટ પર 296 રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન તેમ્બા બવૂમા અને રાસી વેન ડેર ડુસેને સદી ફટકારી હતી. ડુસેને અણનમ 129 રન ફટકાર્યા હતા. બંન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. સાઉથ આફ્રિકાના કેપ્ટન બવૂમાએ 143 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 110 રન અને ડુસેને 96 બોલમાં 9 ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી અણનમ 129 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી બુમરાહે બે અને અશ્વિને એક વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલી આ ઈનિંગમાં 27 રન કરતાની સાથે જ રાહુલ દ્રવિડ (1309 રન) અને સૌરવ ગાંગુલી (1313)ને ઓવરટેક કરી ઈન્ડિયા V/S દ.આફ્રિકા વનડે મેચમાં સૌથી વધુ રન કરનારો પાંચમો ખેલાડી બની ગયો છે.
Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા
બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....
માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો