ઓમિક્રોનના લો રિસ્ક અને હાઈરિસ્ક દર્દીને કેવી રીતે આપવાની રહેશે સારવાર? આરોગ્ય વિભાગે આપી મોટી માહિતી
ઓમિક્રોન કોઈ પણ જાતની ઇમ્યુનિટીને ગાંઠતો નથી. હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી. દરેક વ્યક્તિને ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે. લાઇટલી લેવા જેવો વાયરસ નથી. આઇસીયુની પણ જરૂર પડશે.
અમદાવાદઃ રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને સરકાર ચિંતિત બની છે. આજે રિવરફ્રંટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં હોસ્પિટલમાં બેડ અને દવાઓના જથ્તાને લીને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પત્રકાર પરીષદમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, લોકો કોરોનાને સામાન્ય ફ્લુ ન સમજે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. લોકોને સાવધાન રહેવાની જરૂર છે. જેમમે વેક્સિન ન લીધી હોય તે ઝડપથી વેક્સિન લઈ લે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ ઉપરાંત માસ્ક, સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
પત્રકાર પરીષદમાં આરોગ્ય નિષ્ણાંતે જણાવ્યું હતું કે, ઓમિક્રોન કોઈ પણ જાતની ઇમ્યુનિટીને ગાંઠતો નથી. હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી. દરેક વ્યક્તિને ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે. લાઇટલી લેવા જેવો વાયરસ નથી. આઇસીયુની પણ જરૂર પડશે. વૈજ્ઞાનિકોએ સરસ સંશોધન કર્યું છે. ઓમિક્રોન માટે સંશોધન કર્યું છે. બે કેટેગરીમાં વહેંચી દઈએ. લો રિસ્ક અને હાઇ રિસ્ક.
લો રિસ્ક દર્દીને શું આપવી સારવાર?
-લો રિસ્કને ખાલી મોનિટર કરવાની સલાહ આપીશું.
-ખાલી પેરાસિટામોલ આપીશું. આટલી જ દવાઓ પૂરતી છે.
-મોટા ભાગના દર્દીઓ પાંચથી 7 દિવસમાં જ સાજા થઈ જાય છે.
- દર્દીને આઇસોલેશનમાં રાખવાનો છે.
- સિમ્પટોમેટિવ સપોર્ટિવ કેર આપવામાં આવશે તેમજ ડિકંઝક્ટિવ થેરાપી અપાશે.
- અન્ય કોઈ દવાની જરૂર નહીં પડે.
- એક બે દિવસ તાવ રહેશે.
હાઈ રિસ્ક દર્દીને શું સારવાર આપવી?
હાઈ રિસ્ક દર્દીને સમજવો ખૂબ જરૂર છે. આ ધ્યાન રાખશું તો હોસ્પિટલાઇઝેશન ઘટી જશે. આની ખૂબ જ અક્સિર દવા છે.
- ઓમિક્રોનનો ચેપ લાગે ત્યારે શરદી-ખાંસી અને તાવ બે દિવસ સુધી રહે તો તેને આઇસીયુમાં દાખલ કરવાની જરૂર પડશે.
- રેમડેસિવર ત્રણ દિવસ માટે અપાશે તો હોસ્પિટલાઇઝેશન 89 ટકા ઘટી જશે.
- ઓમિક્રોનમાં આ ખૂબ જ અસરકારક છે.
- બીજી બે દવા છે જે અવેલેબલ નથી.
- લંગમાં ઇન્ફેક્શન થયું છે અને ઓક્સિઝન ઘટવાનું શરૂ થયું છે, તેમને અન્ય દવાની જરૂર પડશે.