IND vs SA 1st Test: બોક્સિંગ ડે પર શરુ થશે ભારત-દક્ષિણ વચ્ચે ટેસ્ટ, જાણો ક્યા ક્યા ખેલાડીને મળી શકે છે ટીમમાં મોકો
India vs South Africa Test Match: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બોક્સિંગ ડેના દિવસે શરૂ થશે. આ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
India vs South Africa Test Match: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બોક્સિંગ ડેના દિવસે શરૂ થશે. આ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે ટેસ્ટ ટીમમાં ઘણા ફેરફાર જોવા મળશે. સિનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેથી અનુભવી ખેલાડીઓની સાથે સાથે કેટલાક યુવા ખેલાડીઓ પણ ટીમમાં જોવા મળશે.
દક્ષિણ આફ્રિકા સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો યશસ્વી જયસ્વાલને તેમાં સ્થાન મળી શકે છે. યશસ્વીને ઓપનિંગનો મોકો મળી શકે છે. શુભમન ગિલ પણ ઓપનિંગ કરી શકે છે. જો ગિલ ઓપનિંગ કરશે તો રોહિત શર્મા પોતે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. જો ગિલ ઓપન નહીં કરે તો તે 3 નંબર પર બેટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે.
બોલિંગ આક્રમણ માટે ટીમ ઈન્ડિયાએ મુકેશ કુમારનો સમાવેશ કર્યો છે. મુકેશનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે. તે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે. શાર્દુલ ઠાકુરને પણ સ્થાન મળી શકે છે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે. આ બંનેનું સ્થાન લગભગ નિશ્ચિત છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
તો બીજી તરફ વિરાટ કોહલીના દેશ પરત ફરવાના સમાચાર વચ્ચે ઋતુરાજ ગાયકવાડના ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. આંગળીમાં ફ્રેક્ચર હોવાને કારણે ઋતુરાજ ગાયકવાડ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. ઋતુરાજના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં ઈન્ડિયા-એના કેપ્ટનની એન્ટ્રી થઈ છે. આંગળીમાં ઈજાને કારણે ઋતુરાજ ભારત પરત ફરીને NCAને રિપોર્ટ કરશે. સિલેક્શન કમિટીએ તેમની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સામેલ કર્યો છે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) December 23, 2023
Ruturaj Gaikwad ruled out of the #SAvIND Test series.
The Selection Committee has added Rajat Patidar, Sarfaraz Khan, Avesh Khan & Rinku Singh to India A’s squad while Kuldeep Yadav has been released from the squad.
Details 🔽 #TeamIndia
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતના સંભવિત ખેલાડીઓઃ રોહિત શર્મા (કેપ્ટન),યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર.