(Source: ECI/ABP News/ABP Majha)
Ravichandran Ashwin: ચાર ઓવરમાં ફક્ત આઠ રન, સાઉથ આફ્રિકા વિરુદ્ધ એક પણ વિકેટ ન લેવા છતાં છવાયો અશ્વિન
ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી
IND vs SA 1st T20: તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં આ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયાના બોલરોને વિકેટ મળી હતી, પરંતુ મેચમાં એક પણ વિકેટ ન લેનાર રવિચંદ્રન અશ્વિને પણ વર્ચસ્વ જમાવ્યું હતું.
4 ઓવરનો શાનદાર સ્પેલ
રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં 4 ઓવર ફેંકી હતી. આમાં તેણે માત્ર 8 રન આપ્યા, જેમાં એક ઓવર મેડનનો સમાવેશ થાય છે. રવિચંદ્રન અશ્વિનને કોઈ વિકેટ મળી ન હતી, પરંતુ તેના 24 બોલના ક્વોટામાંથી તેણે 16 ડોટ બોલ ફેંક્યા હતા જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પર ઘણું દબાણ સર્જી શકાયુ હતું.
રવિચંદ્રન અશ્વિને તેના મજબૂત સ્પેલથી સાઉથ આફ્રિકાના બેટ્સમેનને રન કરતા અટકાવ્યા હતા. ટી-20 ક્રિકેટમાં સતત રન રોકવા ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ રવિચંદ્રન અશ્વિને સાઉથ આફ્રિકા સામે એ કરી બતાવ્યુ હતુ.
વર્લ્ડ કપમાં અનુભવ કામમાં આવશે
IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યુ હતું. દરેક વ્યક્તિ જાણે છે કે રવિચંદ્રન અશ્વિન તેની બોલિંગ પાછળ ખૂબ પાછળ ઘણું મન લગાવે છે અને તેની રણનીતિના આધારે બેટ્સમેનોને હરાવવાની ક્ષમતા ધરાવે છે.
હવે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ માટે તૈયાર છે. રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત છે અને યુઝવેન્દ્ર ચહલ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. અશ્વિનનો અનુભવ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાને કામ લાગી શકે છે
T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા , કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક ,હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.