IND vs SA, 2nd ODI : સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી આપી હાર, સિરીઝમાં 2-0ની લીડ મેળવી
ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ઈન્ડિયન ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
LIVE
![IND vs SA, 2nd ODI : સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી આપી હાર, સિરીઝમાં 2-0ની લીડ મેળવી IND vs SA, 2nd ODI : સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી આપી હાર, સિરીઝમાં 2-0ની લીડ મેળવી](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Background
ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ઈન્ડિયન ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટના નુકસાન પર 207 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 55 અને પંત 85 રન બનાવી આઉટ થયો હતો. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે.
સાઉથ આફ્રિકાએ 7 વિકેટથી ટીમ ઈન્ડિયાને આપી હાર
ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથણ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકા સામે 288 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેના જવાબમાં આફ્રિકાની ટીમે 48.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસિલ કર્યો છે. સાઉથ આફ્રિકાએ 7 વિકેટથી ટીમ ઈન્ડિયાને હરાવીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી છે.
સાઉથ આફ્રિકાને જીતવા 288 રનનો ટાર્ગેટ મળ્યો
શાર્દુલ ઠાકુરે અણનમ 40 અને અશ્વિન અણનમ 25 રનની ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં છ વિકેટ ગુમાવી 287 રન બનાવી લીધા હતા. ટીમ ઇન્ડિયા તરફથી પંતે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. તે સિવાય કેએલ રાહુલ 55 રનનું યોગદાન આપ્યું છે. શિખર ધવન 29, વેંકટેશ ઐય્યર 22, શ્રેયસ ઐય્યરે 11 રન બનાવ્યા હતા. કોહલી શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો.
પંતની અડધી સદી
બાદમાં પંત અને કેએલ રાહુલે ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સ સંભાળી હતી. પંત અને કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. કેએલ રાહુલ 55 રન બનાવી આઉટ થયો હતો ત્યારબાદ પંત પણ 85 રન બનાવી આઉટ થયો હતો.
કોહલી શૂન્ય રન પર આઉટ
શિખર ધવન 29 રન બનાવી એડન માર્કરમનો શિકાર બન્યો હતો. બાદમા બેટિંગ કરવા આવેલો કોહલી શૂન્ય રન પર આઉટ થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)