IND vs SA, 2nd Test: ભારતનો ધબડકો, અંતિમ 6 વિકેટ 0 રનમાં ગુમાવી, દક્ષિણ આફ્રિકા પર 98 રનની લીડ
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી કેપ ટાઉનમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે.
IND vs SA, 2nd Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી કેપ ટાઉનમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં 55 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત પણ પ્રથમ ઈનિંગમાં 153 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતને 98 રનની લીડ મળી હતી. જોકે ભારતની અંતિમ 6 વિકેટ શૂન્ય રનમાં પડી હતી. ભારતનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 153 રન હતો ત્યારે મોટી લીડ લેશે તેમ લાગતું હતું, પણ આ જ સ્કોર પર ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના 7 બેટ્સમેનો ખાતું પણ ખોલી શક્યા નહોતા. કોહલીએ સર્વાધિક 46 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 39 રન બનાવ્યા હતા.
એનગિડીએ એક જ ઓવરમાં લીધી 3 વિકેટ
સાઉથ આફ્રિકા તરફથી એનગિડીએ કાતિલ બોલિંગ કરતાં 30 રનમાં 3 વિકેટ લીધી હતી. તેણે એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપી ભારતીય ઈનિંગનું પાસું પલટી નાંખ્યું હતું. આ સિવાય રબાડાએ 38 રનમાં 3 તથા બર્ગરે 42 રનમાં 3 વિકેટ લીધી હતી.
Innings Break!
India are bowled out for 153 runs in the first innings, with a lead of 98 runs.
Scorecard - https://t.co/j9tTnGLuBP #SAvIND pic.twitter.com/F942A4AIMY — BCCI (@BCCI) January 3, 2024
આ પહેલા મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગનો ફેંસલો કર્યો હતો. જોકે આ ફેંસલો ખોટો સાબિત થયો હતો અને સમગ્ર ટીમ 23.2 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સિરાજની ઘાતક બોલિંગ
ભારતીય બોલર મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી હતી. જેના કારણે દક્ષિણ આફ્રિકાના બે બેટ્સમેનો જ ડબલ આંકડામાં પહોંચી શક્યા હતા. સિરાજે 9 ઓવરમાં 15 રન આપી 6 વિકેટ લીધી હતી. ડેબ્યૂમેન મુકેશ કુમારે એક પણ રન આપ્યા વગર 2 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે 25 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકાનો સૌથી ઓછો ઓલઆઉટ સ્કોર
- 55 વિ ભારત, કેપ ટાઉન, 2024
- 73 વિ શ્રીલંકા, ગાલે, 2018
- 79 વિ ભારત, નાગપુર, 2015
- 83 વિ ઈંગ્લેન્ડ, જોહાનિસબર્ગ, 2016
- 84 વિ ભારત, જોહાનિસબર્ગ, 2006
ટેસ્ટમાં ભારત વિરુદ્ધ સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થયેલી ટીમો
- 55 - દક્ષિણ આફ્રિકા, કેપ ટાઉન, 2024
- 62 - ન્યુઝીલેન્ડ, મુંબઈ WS, 2021
- 79 - દક્ષિણ આફ્રિકા, નાગપુર, 2015
- 81 - ઈંગ્લેન્ડ, અમદાવાદ, 2021
- 82 - શ્રીલંકા, ચંદીગઢ, 1990
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ
ભારતે આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા છે. અશ્વિનની જગ્યાએ જાડેજાને અને શાર્દુલ ઠાકુરના સ્થાને મુકેશ કુમારને સામેલ કરવામાં આવ્યા છે.
ભારતીય ટીમ આ પ્રમાણે છે
રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wk), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ, મુકેશ કુમાર
સાઉથ આફ્રિકાની ટીમ
ડીન એલ્ગર (સી), એઇડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (wk), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી એનગીડી