શોધખોળ કરો

IND vs SA 3rd ODI: ત્રીજી વન ડેમાં અનેક બદલાવ સાથે ઉતરી શકે છે Team India, આ ખેલાડીઓની થશે હકાલપટ્ટી

IND vs SA ODI Series: ટીમ ઈન્ડિયા શરૂઆતની પ્રથમ બંને વન ડે મેચ હારીને શ્રેણી ગુમાવી ચુક્યું છે. અંતિમ મેચમાં ટીમ સાખ બચાવવા મેદાનમાં ઉતરશે.

IND vs SA 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી ODI મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (NCG) ખાતે રમાશે. યજમાનોએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ જીતીને ક્લીન સ્વીપથી બચવા ઈચ્છશે. અત્યાર સુધી ભારતીય ટીમના બેટ્સમેન અને બોલર બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આવી સ્થિતિમાં છેલ્લી મેચમાં ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. અગાઉની મેચોમાં ફ્લોપ ગયેલા અનુભવી ખેલાડીઓને આ મેચમાં પડતો મૂકીને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે.

ભારતીય ટીમને પ્રથમ મેચમાં 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સારી શરૂઆત મળી હતી, પરંતુ તે પછી મિડલ ઓર્ડર સંપૂર્ણપણે પડી ભાંગ્યો અને ભારતીય ટીમ ટીમ મેચ હારી ગઈ હતી. બીજી મેચમાં મિડલ ઓર્ડરે પણ સારો દેખાવ કર્યો નહતો અને બોલરો પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. અત્યાર સુધી ઘણા યુવા બેટ્સમેનોને રમવાની તક મળી નથી. ટીમ મેનેજમેન્ટ છેલ્લી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે.

આ ખેલાડીઓની થઈ શકે છે છુટ્ટી

પ્રથમ બે મેચમાં ફ્લોપ રહેલા શ્રેયસ અય્યરને આગામી મેચમાં પડતો મૂકવામાં આવી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, સિનિયર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને આગામી મેચમાં પડતાં મુકવામાં આવી શકે છે. નિષ્ણાતોનું માનીએ તો જસપ્રીત બુમરાહને પણ આગામી મેચમાં આરામ આપવામાં આવી શકે છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા 4 થી 5 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

આ યુવાનોને તક મળી શકે છે

યુવા બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને છેલ્લી મેચમાં રમવાની તક આપવામાં આવી શકે છે. આ સિવાય યુવા બોલર પ્રસિદ્ધ કૃષ્ણા વનડેમાં ડેબ્યૂ કરી શકે છે. ચહલની જગ્યાએ સ્પિનર ​​જયંત યાદવને તક આપવામાં આવી શકે છે. જો બુમરાહને આરામ આપવામાં આવે છે તો દીપક ચહર પણ છેલ્લી વનડેમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget