મેચ પહેલા ભારતનું રાષ્ટ્રગાન થઇ રહ્યું હતુ ને વિરાટ કોહલીએ શું કરી એવી હરકત કે બધા ભડક્યા, વીડિયો વાયરલ
વિરાટ કોહલી (Virat Kohli) દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન એક શરમજનક હરકત કરતા કેમેરામાં કેદ થઇ ગયો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર વિવાદમાં આવી ગયો છે. ગઇકાલે રમાયેલી ભારત અને આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડે દરમિયાન વિરાટની એક હરકતે બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. ખરેખરમાં વિરાટ કોહલી (Virat Kohli) ભારતના રાષ્ટ્રગાન દરમિયાન ચિંગમ ચાવી રહ્યો હતો, વિરાટની (Virat Kohli) આ હરકત ભારતીયોને પસંદ નથી આવી અને ટ્વીટર પર તેને ટ્રૉલ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલી (Virat Kohli) દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન એક શરમજનક હરકત કરતા કેમેરામાં કેદ થઇ ગયો છે. મેચ પહેલા રાષ્ટ્રગાન દરમિયાન વિરાટ કોહલી ચિંગમ ચાવતો દેખાઇ રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
This shameless former captain of team India Virat Kohli was chewing gum When The National Anthem was being played. #ViratKohli pic.twitter.com/uUddOwkeqs
— Sehwag Fan club (@1997Indian) January 23, 2022
રાષ્ટ્રગાનનુ અપનાન કરવા બદલ ભારતીયોએ વિરાટને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યો હતો. લોકોએ BCCI પાસે વિરાટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી.
IND vs SA 3rd ODI : સાઉથ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 4 રને હરાવ્યું
રોમાંચક મુકાબલમાં સાઉથ આફ્રીકાની ટીમે ભારતીય ટીમને 4 રનથી હાર આપી છે.ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 283 રન બનાવી શકી. ભારત તરફથી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતા 65 રન બન્યા હતા. આ સિવાય ધવને 61 રન અને ચહરે શાનદાર ઈનિંગ રમી 54 રન ફટકારી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પરંતુ અન્ય બેટ્સમેન મેચ જીતાડવામાં સફળ ન રહ્યા. સાઉથ આફ્રીકાએ પ્રથમ બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો..........
Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ
અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ
Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો
UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી