IND vs SA: દ. આફ્રિકાને લાગ્યો ઝટકો, છેલ્લી મેચમાં જ કેપ્ટન થયો બહાર, જાણો ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે 5 ટી20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
India vs South Africa 5th T20I: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે 5 ટી20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. આ મેચ પહેલા બંને ટીમ સીરીઝમાં 2-2 થી બરાબરી પર છે. આ મેચ જીતનારી ટીમ સિરીઝ પણ જીતી લેશે. ભારતે છેલ્લી બે મેચો સતત જીતી છે. રાજકોટમાં રમાયેલી T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને મોટા અંતરથી હરાવ્યું હતું. આ સાથે જ આફ્રિકાની ટીમે પ્રથમ બે મેચ જીતી લીધી હતી. તેથી આજની મેચ સીરીઝની વિજેતા ટીમ નક્કી કરશે.
દક્ષિણ આફ્રિકાને આંચકો લાગ્યોઃ
દક્ષિણ આફ્રિકાની ટીમને ભારત સામેની પાંચ મેચોની T20 શ્રેણીની છેલ્લી મેચમાં મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમા આ મેચનો ભાગ નહીં હોય. બાવુમાની જગ્યાએ વાઈસ કેપ્ટન કેશવ મહારાજ ટીમની કમાન સંભાળતા જોવા મળશે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથીઃ
આજની મેચમાં ભારત માટે ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત (w/c), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન રમતા મળશે.
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારઃ
ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, રસ્સી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડ્વેન પ્રેટોરિયસ, કાગીસો રબાડા, કેશવ મહારાજ (c), લુંગી એનગીડી, એનરિક નોર્ટજે.