IND vs SA: ભારતનો સાઉથ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં વ્હાઇટ વોશ, જાણો ત્રણથી વધુ મેચની વન ડે સીરિઝમાં ક્યારે એક પણ મેચ ન જીતી શકી ટીમ ઈન્ડિયા
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની આખરી વન ડેમાં જીતના આરે પહોંચેલા ભારતને છેક છેલ્લી ઓવરમાં માત્ર ચાર રનથી હારનો સામનો કરવો પડયો હતો
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની આખરી વન ડેમાં જીતના આરે પહોંચેલા ભારતને છેક છેલ્લી ઓવરમાં માત્ર ચાર રનથી હારનો સામનો કરવો પડયો હતો. જીતવા માટેના 288 રનાના ટાર્ગેટ સામે એક તબક્કે ભારત 223/7 પર ફસડાયું હતુ. જે પછી દીપક ચાહર (34 બોલમાં 54) અને બુમરાહ વચ્ચે પાંચમી વિકેટ માટે 55 રનની પાર્ટનરશિપ થતાં જીતની આશા જાગી હતી. જોકે આશા ઠગારી નીવડી હતી. ભારતની હાર સાથે જ વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વ્હાઇટ વોશ થયો હતો. તેની સાથે કેપ્ટન કેએલ રાહુલ પણ એક ખાસ લિસ્ટમાં સામેલ થયો હતો.
ભારતનો ત્રણ કે તેથી વધુ મેચની વન ડે સીરિઝમાં ક્યારે થયો વ્હાઇટ વોશ
- 0-5 vs વેસ્ટ ઈન્ડિઝ 1983
- 0-5 vs વેસ્ટ ઈન્ડિઝ 1989
- 0-3 vs શ્રીલંકા 1997
- 0-3 vs ન્યૂઝીલેન્ડ 2020
- 0-3 vs સાઉથ આફ્રિકા 2022
2006 બાદ સાઉથ આફ્રિકા સામે પ્રથમ વખત બન્યું આમ
વર્ષ 2006 પછી પહેલીવાર ભારતને સાઉથ આફ્રિકા સામે વ્હાઈટ વોશથી હારનો સામનો કરવો પડયો હતો. અગાઉ ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-2થી હાર્યું હતુ. આમ ભારતે 2022ની પ્રથમ જીત મેળવવા હજુ રાહ જોવી પડશે.
ભારતે ટોસ જીતીને લીધી હતી ફિલ્ડિંગ
ભારતીય કેપ્ટન રાહુલે ટોસ જીતીને પ્રથમ સાઉથ આફ્રિકાને બેટીંગમાં ઉતાર્યું હતુ. ભુવનેશ્વરને સ્થાને સમાવાયેલા દીપક ચાહરે મલાનને (1) પંતના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. જ્યારે બવુમા (8) રનઆઉટ થતાં સાઉથ આફ્રિકાએ 34 રનમાં બે વિકેટ ગુમાવી હતી. ડી કૉકે એક છેડો સાચવી રાખતાં 130 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 124 રન ફટકાર્યાહતા. તેની આ ૧૭મી સદી હતી અને આ સાથે તેણે કાલીસની બરોબરી કરી હતી. માર્કરામ 15 રને આઉટ થયો હતો. ડુસેને 59 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 52 તેમજ મીલરે 38 બોલમાં 39 રન કરતાં સાઉથ આફ્રિકાને 287 રન સુધી પહોંચાડયું હતુ. પ્રસિધ ક્રિશ્નાએ 59 રનમાં 3 અને બુમરાહ-દીપક ચાહરે 2-2 વિકેટ ઝડપી હતી.