IND vs SA : દ્રવિડે રોહિત-વિરાટના કેપ્ટન્સી વિવાદ મુદ્દે શું કહ્યું ? વિરાટ પાસેથી શું આશા હોવાનો કર્યો ઘટસ્ફોટ ?
કેપ્ટવ્સી વિવાદ અંગે રાહુલ દ્રવિડે સ્પષ્ટપણે કહ્યું કે, આ મારા અધિરકારનો વિષય નથી અને કોને કેપ્ટન બનાવવા એ સિલેક્ટર્સે નક્કી કરવાનું હોય છે તેથી હું કશું ના કહી શકું.
સેન્ચુરીયનઃ ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે આજે રવિવારથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. આ સિરીઝની ગણતરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કરવામાં આવશે. સેન્ચુરિયન સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાનારી આ ટેસ્ટ મેચ બંને માટે મહત્વની છે.
વિરાટ કોહલીને વન ડે ટીમના કેપ્ટનપદેથી દૂર કરાયો એ વિવાદ વચ્ચે આ ટેસ્ટ મેચ શૂ થઈ રહી છે ત્યારે ભારતીય ટીમના હેડ કોચ કોચ રાહુલ દ્રવિડે મેચં પહેલાં મીડિયા સાથે વાતચીત દરમિયાન વિરાટ કોહલીની કેપ્ટન્સી મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
વિરાટ હોકલી અને રોહિત શર્માના કેપ્ટવ્સી વિવાદ અંગે રાહુલ દ્રવિડે સ્પષ્ટપણે કહ્યું કે, આ મારા અધિરકારનો વિષય નથી અને કોને કેપ્ટન બનાવવા એ સિલેક્ટર્સે નક્કી કરવાનું હોય છે તેથી હું કશું ના કહી શકું. આ ઉપરાંત અત્યારે આ ટોપિક પર વાત કરવાનો સમય તથા સ્થળ યોગ્ય નથી એટલે આ અંગે ચર્ચા ન કરવી જ યોગ્ય રહેશે. રાહુલે એમ પણ કહ્યું કે, મારા અંગત વિચારોને હું મીડિયા સાથે શેર કરવા માગતો નથી.
જો કે રાહુલ દ્રવિડે વિરાટના વખાણ કર્યા હતાં. કોચ રાહુલે કહ્યું હતું કે વિરાટ કોહલીને ટેસ્ટ ફોર્મેટ ઘણું પસંદ છે. વિરાટ કોહલી એક ખેલાડી અને કેપ્ટન તરીકે તેણે શાનદાર દખાવ કરીને ભારતીય ટીમને ઘણી પ્રગતિ કરાવી છે. આ જ અભિગમ દાખવી ટીમને દક્ષિણ આફ્રિકામાં પણ સિરીઝ જિતાડશે એવી તેની પાસેથી આશા છે.
મેચ પહેલા પ્રેક્ટિસ મેચ અંગે દ્રવિડે કહ્યું કે, અત્યારે કોવિડની સ્થિતિને જોતાં તમને બધુ મળવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં બાયોબબલમાં રહેવાની અનિવાર્યતા અમે સમજીએ છીએ. સાથે અમે પ્રેક્ટિસમાં પૂરતું ધ્યાન આપ્યું છે અને અમારી ટીમ મેચ રમવા માટે પણ તૈયાર છે.