IND vs SA 3rd T20: સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ટીમનો વિજય, તિલક વર્માની તોફાની સદી
India vs South Africa Live Updates: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ સેન્ચુરિયનમાં રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.
Background
India vs South Africa Live Updates: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ સેન્ચુરિયનમાં રમાશે. ભારત-દક્ષિણ આફ્રિકાની ટીમો ચાર મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે. આથી આ મેચ ઘણી મહત્વની બની રહી છે. ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બેટિંગ લાઇનઅપ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયા વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લી બે મેચમાં બેટથી કંઈ ખાસ કરી શક્યો નથી. ઓપનર તરીકે અભિષેક શર્માએ પણ નિરાશ કર્યા છે. જો કે તેમ છતાં ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી શકે છે. હાર્દિક પંડ્યાએ છેલ્લી મેચમાં સારી બેટિંગ કરી હતી. તે આ વખતે પણ બેટથી કમાલ કરી શકે છે. ગયા વખતે વરુણ ચક્રવર્તીએ અદભૂત બોલિંગ કરી હતી. આ વખતે પણ તે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
દક્ષિણ આફ્રિકાને ચોથો ઝટકો, માર્કરમ આઉટ
દક્ષિણ આફ્રિકાની ચોથી વિકેટ પડી. વરુણ ચક્રવર્તીએ માર્કરમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તે 29 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાને ત્રીજો ફટકો, અક્ષરે વિકેટ લીધી
ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો આપ્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 12 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 8.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 152 રનની જરૂર છે. માર્કરમ 14 રન બનાવીને રમી રહ્યો છે.



















