શોધખોળ કરો

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ ફાઈનલ, જાણો ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે થશે ટક્કર

T20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાશે. ફાઇનલમાં બંને ટીમો સામસામે ટકરાશે.

IND vs SA T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રમાશે. ફાઇનલમાં બંને ટીમો સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ તેના ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે.

ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે 

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જ્યારે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની સામે 10 વર્ષથી વધુ સમયથી વૈશ્વિક ખિતાબના દુકાળને ખતમ કરવાના પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો ફાઈનલ સુધી પોતાના અભિયાનમાં અપરાજિત રહી છે પરંતુ મોટી ટુર્નામેન્ટની ઘણી ફાઈનલ મેચો રમવાના અનુભવને કારણે ભારતનો હાથ ઉપર રહેશે. સાઉથ આફ્રિકા 1998 પછી પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.

મેચ ક્યારે, ક્યાં અને કયા સમયે રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસના બ્રિજટાઉનમાં સ્થિત કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. ફાઈનલ મેચનો ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે થશે.  મેચનો પ્રથમ બોલ રાત્રે 8:00 વાગ્યે નાખવામાં આવશે. ત્યાંના સ્થાનિક સમય અનુસાર આ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન અને ભારતને ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી  છે.

જો ભારત-દક્ષિણ આફ્રિકા મેચમાં વરસાદ પડે તો....

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચના દિવસે બાર્બાડોસમાં 75 ટકા વરસાદની આશંકા છે. જો ફાઈનલ મેચમાં વરસાદ અથવા અન્ય કોઈ કારણસર વિલંબ થાય છે તો તે જ દિવસે મેચ પૂર્ણ કરવા માટે 190 મિનિટનો વધારાનો સમય લાગુ કરવામાં આવશે. મેચનું પરિણામ ત્યારે જ જાહેર કરવામાં આવશે જ્યારે બંને ટીમ ઓછામાં ઓછી 10 ઓવર રમશે. જો કોઈપણ ટીમ 10-10 ઓવર રમી શકશે નહીં તો મેચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવશે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન- 

ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ .

દક્ષિણ આફ્રિકા: એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બ્યોર્ન ફોર્ટુઈન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોર્ખિયા, કાગીસો રબાડા, રિયાન રિકેલટન, તબરેજ શમ્સી અને ટ્રિસ્ટન સ્ટબ્સ.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget