શોધખોળ કરો

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ અગાઉ પાકિસ્તાની ખેલાડીઓને મળ્યો વિરાટ કોહલી, ફોટો વાયરલ

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની આગામી મેચ માટે ટીમ ઈન્ડિયા પર્થ પહોંચી ગઈ છે

Virat Kohli Meets Pakistani Players:  2022ના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતીય ટીમ ગ્રુપ બીમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતીને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ટીમ ઇન્ડિયાએ 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે તેની ત્રીજી મેચ રમવાની છે. આ મેચ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાકિસ્તાની ખેલાડીઓને મળ્યો હતો.

આ મેચ પહેલા ભારતના દિગ્ગજ બેટ્સમેન અને વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં વિરાટ કોહલી પાકિસ્તાની ખેલાડીઓ શાહીન આફ્રિદી અને હારિસ રઉફને મળ્યો હતો.

વિરાટ પાકિસ્તાની ખેલાડીઓને મળ્યો હતો

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની આગામી મેચ માટે ટીમ ઈન્ડિયા પર્થ પહોંચી ગઈ છે. સાથે જ પાકિસ્તાને પણ તેની આગામી મેચ પર્થમાં જ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પાકિસ્તાનના ખેલાડીઓ શાહીન આફ્રિદી અને હારિસ રઉફ સાથે મુલાકાત કરતો જોવા મળ્યો હતો. પાકિસ્તાની ખેલાડીઓ સાથે કોહલીની મુલાકાતની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

વિરાટે પાકિસ્તાન સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી

નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપ 2022માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની મેચથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી અને તેનું પરિણામ મેચના છેલ્લા બોલે આવ્યું હતું.

પાકિસ્તાન સામેની આ શાનદાર મેચમાં વિરાટ કોહલીએ મેચ વિનિંગ અડધી સદી ફટકારી હતી. તેણે મેચના ટર્નિંગ પોઈન્ટ પર પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફની ઓવરમાં બે સિક્સ ફટકારી હતી. કોહલીની આ સિક્સરની મદદથી ભારતીય ટીમ આ મેચ જીતવામાં સફળ રહી હતી. હવે ભારતીય ટીમના ક્રિકેટ ચાહકોને પૂરી આશા છે કે કોહલી દક્ષિણ આફ્રિકા સામે પણ શાનદાર પ્રદર્શન કરશે અને ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલમાં પહોંચવામાં મદદ મળશે.

T20 World Cup 2022 NZ vs SL: ટી-20 વર્લ્ડ કપ 2022 ની તેમની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાવરપ્લેમાં જ ત્રણ વિકેટ પડી ગયા બાદ કિવી ટીમે જોરદાર વાપસી કરીને મજબૂત સ્કોર બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરતા 104 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ શ્રીલંકા તરફથી કસુન રજિથાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget