(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL, 1st Innings Highlight: પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ છ વિકેટ ગુમાવી ફટકાર્યા 357 રન, પંત સદી ચૂક્યો
IND vs SL, 1st Test, Mohali: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મયંક અગ્રવાલે કેપ્ટન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી
India vs Sri Lanka 1st Test Day 1 Highlights: મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયાના નામે રહ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયા છ વિકેટના નુકસાન પર 357 રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી. જોકે પંત સદી ચૂકી ગયો હતો અને 96 રન ફટકારી આઉટ થયો હતો. પંતે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજા 45 અને આર.અશ્વિન 10 રને રમતમાં હતા.
શ્રીલંકા તરફથી લસિથ એમ્બુલડેનિયાએ બે વિકેટ ઝડપી હતી. તેણે વિરાટ કોહલી અને મયંક અગ્રવાલને આઉટ કર્યા હતા. બીજી તરફ સુરંગા લકમલ, ધનંજય ડી સિલ્વા, લાહિરુ કુમારા અને વિશ્વા ફર્નાન્ડોને એક-એક સફળતા મળી હતી.
ભારતે ટોસ જીત્યો, મયંક-રોહિતે સારી શરૂઆત આપી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મયંક અગ્રવાલે કેપ્ટન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 52 રન જોડ્યા હતા. રોહિત 29 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે મયંકે 49 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.
ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા હનુમા વિહારીએ 58 રનની ઇનિંગ રમી હતી. પોતાની 100મી ટેસ્ટ રમતા વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 27 રન બનાવ્યા હતા. રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તે તેની સદી ચૂકી ગયો હતો. તેણે 97 બોલમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 96 રન બનાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતે છઠ્ઠી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. જાડેજા 5 ચોગ્ગાની મદદથી 45 અને અશ્વિન બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને રમતમાં છે.