શોધખોળ કરો

IND vs SL 2nd ODI: ટીમ ઈન્ડિયાની 3 વિકેટથી જીત,  ચહરની શાનદાર ઈનિંગ

રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે.

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વનડે મેચ પ્રેમદાસા સ્ટેડિયમાં રમાઈ હતી.  રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે. ભારતે એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં ચહર અને ભુવનેશ્વર કુમારે મોર્ચો સંભાળ્યો હતો. ચહર 82 બોલમાં 69 રન બનાવી નોટઆઉટ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર 28 બોલમાં 19 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે આઠમી વિકેટની 84 રનની પાર્ટનરશીપ થઈ હતી.

આ મેચમાં શ્રીંલકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 275 રન બનાવ્યા હતા.   અસલંકાએ શ્રીલંકા તરફથી સર્વાધિક 65 રન બનાવ્યા હતા. ફર્નાન્ડોએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ-ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી.

ઓપનિંગ જોડીની મજબૂત શરૂઆત

શ્રીલંકાના ઓપનર ભાનુકા (36 રન) અને ફર્નાન્ડો (50 રન0ની જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 13.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 77 રનની પાર્ટનરશિપ કરી હતી. આ જોડીને ચહલે તોડી હતી અને તે પછીના બીજા બોલ પર પણ વિકેટ લીધી હતી. જેના કારણે શ્રીલંકા પર દબાણ સર્જાયું હતું.

આ મેદાન પર કેટલો છે સફળ રન ચેઝનો રેકોર્ડ

287 રનઃ ભારત વિ શ્રીલંકા, 2012

270 રનઃ ભારત વિ ઈંગ્લેન્ડ, 2002

266 રનઃ શ્રીલંકા વિ ઈંગ્લેન્ડ 2014

264 રનઃ શ્રીલંકા વિ સાઉથ આફ્રિકા, 2004

ભારતની નજર શ્રીલંકા સામે સળંગ 9મી દ્વિપક્ષીય જીત પર

ધવનની કેપ્ટન્સી હેઠળની ભારતની યુવા ટીમ શ્રીલંકા સામેની બીજી વન ડેમાં શ્રેણી જીતવા માટેના ઈરાદા સાથે ઉતરશે.

 ભારત આજની મેચ જીતશે તો શ્રીલંકા સામે સળંગ ૯મી દ્વિપક્ષીય વન ડે શ્રેણી જીતવાનો રેકોર્ડ નોંધાવશે. ભારતીય ટીમ વિન્ડિઝ સામે સળંગ ૧૦ દ્વિપક્ષિય શ્રેણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. એક દેશ સામે સૌથી વધુ ૧૧ વન ડે  શ્રેણી જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે, જે તેમણે ઝિમ્બાબ્વે સામે રમી-રમીને નોંધાવ્યો છે.

શ્રીલંકાની ટીમ છેલ્લે ઓગસ્ટ, ૧૯૯૭માં ભારત સામેની ૪ વન ડેની દ્વિપક્ષિય શ્રેણી ૩-૦થી જીત્યું હતુ. જે પછી બંને દેશો વચ્ચે રમાયેલી ૧૧માંથી એક પણ વન ડે શ્રેણી શ્રીલંકા જીતી શક્યું નથી. ૧૧માંથી ૯ શ્રેણી ભારતના નામે રહી છે, જ્યારે બે શ્રેણી ડ્રો થઈ છે. ભારતની શ્રીલંકા સામેની વન ડે શ્રેણીની વિજયકૂચ ૨૦૦૭માં શરૃ થઈ હતી, જે હજુ આગળ વધી રહી છે.

ભારતીય ટીમ

પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

શ્રીલંકન ટીમ

આવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્નામન્તા ચમીરા, લક્ષન સંડાકન, કુસુન રજીતા.

કેપ્ટન-કૉચની જોડી

ત્રણ વનડે મેચોની સીરીઝ માટે ભારતીય ટીમમાં કેપ્ટન અને કૉચની નવી જોડી મેદાનમાં દેખાઇ રહી છે. કેપ્ટન તરીકે શિખર ધવન અને કૉચ તરીકે રાહુલ દ્રવિડને જવાબદારી સોંપવામાં આવી છે. બન્ને સીરીઝમાં સારુ પરફોર્મન્સ બતાવી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget