IND vs SL Asia Cup 2022: એશિયા કપમાં આજે શ્રીલંકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે મુકાબલો, આ ઓલરાઉન્ડરને મળી શકે છે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન
એશિયા કપ 2022ની સુપર-ફોર મેચમાં ટીમ ઈન્ડિયા આજે (6 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે ટકરાશે
એશિયા કપ 2022ની સુપર-ફોર મેચમાં ટીમ ઈન્ડિયા આજે (6 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાન સામેની હાર બાદ ભારત માટે આ કરો યા મરોની લડાઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ એશિયા કપની ફાઇનલમાં પહોંચવા માટે આ મેચ જીતવી જરૂરી છે.
કોહલીનું ફોર્મમા આવવું ભારત માટે સારા સંકેત
પાકિસ્તાન સામેની મેચમાં રોહિત, કેએલ રાહુલ અને વિરાટ કોહલી ત્રણેયએ આક્રમક બેટિંગ કરી હતી. કોહલી ભલે તેના શ્રેષ્ઠ ફોર્મમાં ન હોય, પરંતુ રવિવારે તેણે સંકેત આપ્યો કે તે તે દિશામાં આગળ વધી રહ્યો છે. એશિયા કપમાં સતત બીજી અડધી સદી ફટકાર્યા બાદ તેણે તેના ટીકાકારોને પણ ચૂપ કરી દીધા છે.
ટીમમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિક વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. પાકિસ્તાન સામેની મેચમાં દિનેશ કાર્તિકના બદલે દીપક હુડાને ટીમમાં સામેલ કર્યો છે. જોકે કાર્તિકને પ્રથમ બે મેચમાં માંડ માંડ બેટિંગ કરવાની તક મળી હતી, પરંતુ ચાહકો તેને બહાર રાખવાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારત પાસે બોલિંગમાં વધુ વિકલ્પો નથી. ફાસ્ટ બોલિંગમાં વિકલ્પોના અભાવને કારણે ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહનું સ્થાન પણ નિશ્ચિત છે. હવે જોવાનું એ રહેશે કે યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈ વચ્ચે ટીમ મેનેજમેન્ટ કોને તક આપે છે.
અક્ષર પટેલને તક મળી શકે છે
પાકિસ્તાન સામેની શરૂઆતની મેચમાં જીતનો હીરો હાર્દિક પંડ્યા મોંઘો સાબિત થયો અને યુઝવેન્દ્ર ચહલ પણ ટૂર્નામેન્ટમાં પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાઈ રહ્યો નથી. પાંચ બોલરોની 'થિયરી'માં હાર્દિકની ચાર ઓવર ઘણી મહત્વની બની જાય છે. ટીમને સંતુલન આપવા માટે અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે, જેને જાડેજાના સ્થાને બોલાવવામાં આવ્યો છે.
મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વર્લ્ડ કપ પહેલા તેમની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે રમવાનો પ્રયત્ન કરશે, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સાથે પ્રયોગ કરવાનું ચાલુ રાખ્યું છે.
શ્રીલંકાના બેટ્સમેન ફોર્મમાં છે
શ્રીલંકન બેટ્સમેન ચરિત અસલંકા સિવાય શ્રીલંકાના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો છે. જેમાં બાંગ્લાદેશ સામે કેપ્ટન દાસુન શનાકા અને કુસાલ મેન્ડિસ અને અફઘાનિસ્તાન સામે ધનુષ્કા ગુણતિલક અને ભાનુકા રાજપક્ષેનો સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દીપક હુડા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ