IND vs SL Asia Cup 2023: રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું, ફાઈનલમાં કર્યો પ્રવેશ
IND vs SL Match Highlights: શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ. ભારતે સુપર 4માં સતત બીજી મેચ જીતી.
Asia Cup, IND vs SL: એશિયા કપના સુપર-4માં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થયો હતો. ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું. 214 રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દુનિથ વેલાલેગાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તે 42 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ધનજંય ડી સિલ્વાએ 41, અસલંકાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે 43 રનમાં 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 33 2નમાં 2 વિકેટ, જસપ્રીત બુમરાહે 30 રનમાં 2 વિકેટ, મોહમ્મદ સિરાજે 17 રનમાં 1 વિકેટ તથા હાર્દિક પંડ્યાએ 14 રનમાં 1 વિકેટ ઝડપી હતી. આ મેચમાં હાર સાથે જ શ્રીલંકાની વનડેમાં સતત 13 મેચોની જીતનો સિલસિલો પણ તૂટી ગયો હતો.
ભારત પર ભારે પડ્યા શ્રીલંકાના સ્પિનર્સ, તમામ 10 વિકેટ ઝડપી
પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 53 રન બનાવ્યા હતા. તેણે ગિલ (19) સાથે મળી પ્રથમ વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ કોહલી 3 રન, ઈશાન કિશન 33 રન, કેએલ રાહુલ 39 અને અક્ષર પટેલ 26 રન બનાવી આઉટ થયા હતા. દુનિથ વેલાલેગાએ 40 રનમાં 5 અને અસલંકાએ 18 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મહેશ તીક્ષ્ણાએ 41 રનમાં 1 વિકેટ લીધી હતી. આમ ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે ઝડપી હતી. એશિયા કપમાં ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે ઝડપી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
ભારતની પ્લેઇંગ-11માં એક ફેરફાર
શ્રીલંકા સામેના મુકાબલામાં ભારતીય ટીમે પ્લેઈંગ 11માં એક બદલાવ કર્યો હતો. શાર્દુલ ઠાકુરના સ્થાને અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરાયો હતો. જેના કારણે એક સાથે ચાર ગુજરાતી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા હતા.
ભારતની પ્લેઈંગ 11: - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
શ્રીલંકા પ્લેઈંગ 11: - પથુમ નિસંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરાવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલાગે, મહિષ મિક્ષણા, કસુન રાજીથા, માથીશા પથિરાના.
Asia Cup 2023 | India defeat Sri Lanka by 41 runs in the fourth match of Super Fours
— ANI (@ANI) September 12, 2023
(Pic: BCCI) pic.twitter.com/xMrdCi2TzO
રવિન્દ્ર જાડેજાએ એશિયા કપમાં રચ્યો ઈતિહાસ, આ મામલે બન્યો નંબર 1