(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL 2nd ODI: શ્રીલંકા સામે સીરિઝ જીત બાદ કોચ રાહુલ દ્રવિડે ડ્રેસિંગરૂમમાં શું આપી સ્પેશિયલ સ્પીચ ?
આ જીત યુવા ખેલાડીઓની જીતની સાથે સાથે ખાસ કરીને કૉચ રાહુલ દ્રવિડની જીત પણ કહેવામાં આવી રહી છે.
કોલંબોઃ ભારતીય ટીમે રોમાચંક મેચમાં જબરદસ્ત પરફોર્ન્સ આપીને શ્રીલંકન ટીમને માત આપી હતી. આ જીત યુવા ખેલાડીઓની જીતની સાથે સાથે ખાસ કરીને કૉચ રાહુલ દ્રવિડની જીત પણ કહેવામાં આવી રહી છે. કેમકે રોમાંચક મેચમાં એકસમયે ભારતીય ટીમ હારની નજીક પહોંચી ગઇ હતી. એક પછી એક વિકેટો ટપોટપ વિકેટો પડી રહી હતી, તે સમયે કૉચ દ્રવિડના ગુરુ મંત્રએ ખેલાડીઓને આત્મવિશ્વાસ અપાવ્યો અને ટીમની જીત થઇ હતી. મેચમાં આઠમી વિકેટ માટે ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરે અણનમ 84 રનોની ભાગીદારી કરી, અને મેચ પલટી નાંખી હતી. ખાસ વાત છે કે આ મેચમાં મળેલી જીત બાદ દીપક ચાહરે મોટો ખુલાસો કર્યો છે. એક સમયે ભારતીય ટીમ 193 રનો પર 7 વિકેટ ગુમાવી ચૂકી હતી, અને જીત માટે 14.5 ઓવરોમાં 83 રનોની જરૂર હતી, પરંતુ નંબર આઠ પર બેટિંગ કરવા આવેલા દીપક ચાહરે (Deepak Chahar) 82 બૉલ રમીને 69 રન ઠોકી દીધા, આ રીતે મેચની તસવીર સ્પષ્ટ થઇ ગઇ.
જીત બાદ દ્રવિડે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં સ્પેશિયલ સ્પીચ આપી હતી. જેનો વીડિયો બીસીસીઆઈએ ટ્વીટર પર શેર કર્યો છે. જેમાં દ્રવિડની વાત તમામ ખેલાડી ધ્યાનથી સાંભળી રહ્યા છે. દ્રવિડ કહે છે આપણે ચેમ્પિયન ટીમની જેમ જવાબ આપ્યો. જે શાનદાર હતું. ભલે આપણે યોગ્ય દિશામાં રમત ખતન ન કરત પરંતુ આ લડાઈ આપણા માટે મહત્વની હતી. તમે બધાએ શાનદાર કામ કર્યું.
From raw emotions to Rahul Dravid's stirring dressing room speech 🗣️🗣️@28anand & @ameyatilak go behind the scenes to get you reactions from #TeamIndia's 🇮🇳 thrilling win over Sri Lanka in Colombo 🔥 👌 #SLvIND
— BCCI (@BCCI) July 21, 2021
DO NOT MISS THIS!
Full video 🎥 👇https://t.co/j2NjZwZLkk pic.twitter.com/iQMPOudAmw
ભારત અને શ્રીલંકાની વચ્ચે રોમાંચક મેચને જોઇને ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડ નર્વસ થઇ ગયા હતા, અને તેને નંબર આઠ પર બેટિંગ કરવા આવેલાા દીપક ચાહરને (Deepak Chahar) એક સિક્રેટર મેસેજ મોકલાવ્યો. આ વાતનો ખુલાસો ખુદ દીપક ચાહરે (Deepak Chahar) કર્યો હતો.
મેચ રોમાંચક મૉડ પર હતી અને તે સમયે દીપક ચાહરે ફિફ્ટી પુરી કરી લીધી, આ દરમિયાન રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાંથી ભાગીને ડગઆઉટમાં આવ્યા, દીપક ચાહર તોબડતોડ બેટિંગ કરી રહ્યો હતો, આવામાં રાહુલ દ્રવિડ ડગઆઉટમાં આવ્યા અને દીપક ચાહરના નાના ભાઇ રાહુલ ચાહરની સાથે એક સિક્રેટ મેસેજ મોકલાવ્યો હતો.