India Playing 11: શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટી-20માં આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ
ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામે ટકરાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ રમાશે
IND vs SL 1st T20, Team India Playing XI: ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામે ટકરાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ રમાશે. આ શ્રેણીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળશે. જાણો પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
#TeamIndia squad for three-match T20I series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/iXNqsMkL0Q
— BCCI (@BCCI) December 27, 2022
રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓ આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. એવું માનવામાં આવે છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડે આ ટીમની પસંદગી કરી છે અને હાર્દિકને ભાવિ કેપ્ટન તરીકે પણ ગણવામાં આવી રહ્યો છે.
શુભમન ગિલ ડેબ્યૂ કરી શકે છે
ભારત માટે ટેસ્ટ અને વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલ શ્રીલંકા સામેની પ્રથમ T20માં T20 ઈન્ટરનેશનલમાં પણ ડેબ્યૂ કરી શકે છે. તેની સાથે ઇશાન કિશન ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન ત્રીજા નંબર પર રમી શકે છે.
મિડલ ઓર્ડર આવો હશે
શ્રીલંકા સામે ભારતીય ટીમના મિડલ ઓર્ડરની વાત કરીએ તો તેમાં સૂર્યકુમાર યાદવ, કેપ્ટન હાર્દિક પંડ્યા અને ઓલરાઉન્ડર દીપક હુડા હોઈ શકે છે. આ ત્રણેય ખેલાડીઓ તેમની આક્રમક રમત માટે જાણીતા છે.
બોલિંગ વિભાગની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિનરો સાથે મેદાન પર ઉતરી શકે છે. ફાસ્ટ બોલિંગમાં ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ હોઈ શકે છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને સિનિયર લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પ્લેઇંગ ઇલેવનમાં હોઈ શકે છે.
શ્રીલંકા સામેની પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, ઈશાન કિશન, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને ઉમરાન મલિક.
PAK vs NZ: સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા માટે નહીં ખર્ચ કરવા પડે પૈસા, લેવાયો મહત્વનો નિર્ણય
PCB makes entry free for spectators for 2nd Test against New Zealand: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યુઝીલેન્ડ સામે 2 જાન્યુઆરીથી શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલા મોટો નિર્ણય લીધો છે. ખાલી સ્ટેડિયમથી પરેશાન PCBએ બીજા ટેસ્ટ માટે સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી ફ્રી કરી દીધી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 2 થી 6 જાન્યુઆરી દરમિયાન નેશનલ બેંક ક્રિકેટ એરેના કરાચી ખાતે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે દર્શકોની એન્ટ્રી ફ્રી કરી દીધી છે. ટેસ્ટ મેચ જોવા ઇચ્છુક દર્શકોએ પ્રવેશ માટે તેમનું અસલ CNIC અથવા ફોર્મ Bલાવવાનું રહેશે. તેઓ કોઈપણ સ્ટેન્ડમાં બેસી વિનામૂલ્યે તદ્દન મફતમાં મેચ જોઈ શકશે