(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL: મોહમ્મદ સિરાજ પાવરપ્લેમાં બેસ્ટ બોલિંગ કરનારો ત્રીજો ભારતીય, જાણો અન્ય બોલરના નામ
Mohammed Siraj: ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચમાં મહેમાનોને રેકોર્ડ 317 રનથી હરાવ્યું હતું. આ દરમિયાન મોહમ્મદ સિરાજ 20 વર્ષમાં પાવરપ્લેમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર ત્રીજો બોલર બન્યો.
Mohammed Siraj Powerplay Bowling: ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ખતરનાક બોલિંગ કરી હતી. તિરુવનંતપુરમમાં રમાયેલી ફાઈનલ મેચમાં મુલાકાતી ટીમના બેટ્સમેનોએ સિરાજ સામે શરણાગતિ સ્વીકારી હતી. આ ભારતીય બોલરે પાવરપ્લેમાં ઘાતક બોલિંગ કરતા શ્રીલંકાની ચાર વિકેટ ઝડપી હતી. તેની બોલિંગની એવી અજાયબી હતી કે શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચમાં મહેમાનોને રેકોર્ડ 317 રનથી હરાવ્યું હતું. આ દરમિયાન મોહમ્મદ સિરાજ 20 વર્ષમાં પાવરપ્લેમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર ત્રીજો બોલર બન્યો. ચાલો તમને ભારતના એવા બોલરો વિશે જણાવીએ જેમણે અત્યાર સુધી ODIમાં પાવરપ્લેમાં શ્રેષ્ઠ બોલિંગ કરી છે.
સિરાજ ત્રીજો બોલર
જો છેલ્લા 20 વર્ષમાં જોવામાં આવે તો ભારત તરફથી પાવરપ્લેમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે. તેણે શ્રીલંકા સામે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરતાં 7 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. આ યાદીમાં તે પ્રથમ સ્થાને છે. ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે પાવરપ્લેમાં નવ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે પાવરપ્લેમાં ખતરનાક બોલિંગ કરતા 17 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. ઘણા વર્ષો પહેલા, જવાગલ શ્રીનાથે શ્રીલંકા સામે શાનદાર બોલિંગ કરતા પાવરપ્લેમાં 20 રનમાં 4 વિકેટ લીધી હતી.
𝗕𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝘄𝗶𝗻 𝗯𝘆 𝗺𝗮𝗿𝗴𝗶𝗻 𝗼𝗳 𝗿𝘂𝗻𝘀 𝗶𝗻 𝗢𝗗𝗜𝘀!#TeamIndia register a comprehensive victory by 3️⃣1️⃣7️⃣ runs and seal the @mastercardindia #INDvSL ODI series 3️⃣-0️⃣ 👏👏
— BCCI (@BCCI) January 15, 2023
Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2……… pic.twitter.com/FYpWkPLPJA
ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી
ભારતીય ટીમ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી હતી. વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. ભારતીય ટીમે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું. અને કોલકાતામાં રમાયેલી બીજી વનડેમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. જ્યારે તિરુવનંતપુરમમાં રમાયેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ મહેમાનોને 317 રને હરાવ્યું હતું. આ રીતે ભારતે ત્રણ વન-ડે શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.
pic.twitter.com/JYIepjLTRd #siraj #INDvsSL #CricketTwitter
— Rajat Gupta (@Rajatgupta199) January 12, 2023