(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL: શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર થયો ભારતનો આ ખેલાડી, જાણો બીસીસીઆઈએ શું કરી જાહેરાત
Ruturaj Gaikwad News: બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગાયકવાડ શ્રીલંકા સામે અંતિમ બે ટી20માંથી બહાર થઈ ગયો છે.
Ruturaj Gaikwad: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીતી સાથે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, ત્યારે રોહિત શર્માની આગેવાની વાળી આ ટીમ આજે જીત મેળવીને વધુ એક ટી20 સીરીઝને ફતેહ કરવા મેદાનમાં ઉતરશે, તો સામે શ્રીલંકન ટીમ આજે સીરીઝમાં પહેલી જીત મેળવવા પ્રયાસ કરશે અને આ જીત સાથે તેમની નજીર સીરીઝ બચાવવા પર પણ નજર રહશે.
બીજી ટી20 પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ઋતુરાજ ગાયકવાડ કાંડાની ઈજાના કારણે પ્રથમ વન ડેમાં મરી શક્યો નહોતો. હવે બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગાયકવાડ શ્રીલંકા સામે અંતિમ બે ટી20માંથી બહાર થઈ ગયો છે. બોર્ડે નિવેદનમાં જણાવ્યું કે, ઈજાના કારણે ઋતુરાજનો એમઆરઆઈ કરવામાં આવ્યો છે અને તે સીધો નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે. તે અહીં ઈજામાંથી મુક્ત થવા મહેનત કરશે. આઈપીએલમાં ગત વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ તે ટીમ ઈન્ડિયાનો સભ્ય બન્યો હતો.
NEWS - Ruturaj Gaikwad ruled out of T20I series.
— BCCI (@BCCI) February 26, 2022
More details here - https://t.co/wHy55tYKfx @Paytm #INDvSL pic.twitter.com/9WM1Iox0ag
ઓપનર ઋતુરાજના સ્થાને મયંક અગ્રવાલને શ્રીલંકા સામેની બાકીની બે ટી20માં સામેલ કરાયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ મયંક અગર્વાલને ટીમમાં સામેલ કરાયો હતો. હાલ ટેસ્ટ ટીમ સાથે મયંક ચંદીગઢમાં આઈસોલેશન પીરિયડમાં હતો.
ભારત-શ્રીલંકા ટી20.... કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ? જાણો
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ આજે 26 ફેબ્રુઆરીએ શનિવારે રમાશે. બન્ને ટીમો આજની મેચ રમવા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાળાના મેદાનમાં ઉતરશે. ભારતીય સમયાનુસર આજની મેચ સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 6.30એ થશે.