શોધખોળ કરો

IND Vs WI, 1st ODI: ટીમ ઈન્ડિયાએ પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું, કુલદીપ,જાડેજા બાદ ઈશાને રંગ રાખ્યો

India vs West Indies, 1st ODI Match Highlights:  ભારતે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

India vs West Indies, 1st ODI Match Highlights:  ભારતે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 22.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. ઈશાને 46 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સાથે જ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી હતી. કુલદીપે 4 અને જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ઇશાન કિશનને આ મેચમાં શુભમન ગિલની સાથે ઇનિંગની શરૂઆત કરવા મોકલવામાં આવ્યો હતો, જેના બેટમાં 52 રનની ઇનિંગ જોવા મળી હતી. બીજી તરફ વિન્ડીઝ ટીમ તરફથી બોલિંગમાં ગુડાકેશ મોતીએ 2 અને જાયડન સીલ્સ અને એનિક કરેચે 1-1 વિકેટ ઝડપી હતી.

ઇશાન કિશને એક છેડો સંભાળ્યો, ગિલ નિરાશે કર્યા

115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા તરફથી ઈશાન કિશનને આ મેચમાં સુકાની રોહિત શર્માના સ્થાને શુભમન ગિલની સાથે ઇનિંગ્સની શરૂઆત કરવાની તક આપવામાં આવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે માત્ર 18 રનની ભાગીદારી જોવા મળી હતી. ગિલ 7ના અંગત સ્કોર પર જાયડન સીલ્સનો શિકાર બન્યો હતો. આ પછી સૂર્યકુમાર યાદવને નંબર 3 પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો.

ઈશાન કિશને સૂર્યકુમાર યાદવ સાથે મળીને સ્કોરને 50 રનની પાર પહોંચાડ્યો હતો. બંને વચ્ચે બીજી વિકેટ માટે 36 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયાને આ મેચમાં બીજો ઝટકો 54 રનના સ્કોર પર સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો જે 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી બેટિંગ કરવા ઉતરેલ હાર્દિક પંડ્યા કમનસીબે 5 રનના અંગત સ્કોર પર રનઆઉટ થયો હતો.

70ના સ્કોર પર ભારતીય ટીમને આ મેચમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. તે જ સમયે, ઇશાન કિશન પણ વનડેમાં તેની ચોથી અડધી સદી પૂરી કરીને 52 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. 97ના સ્કોર પર ટીમ ઈન્ડિયાને આ મેચમાં 5મો ઝટકો શાર્દુલ ઠાકુરના રૂપમાં લાગ્યો હતો. અહીંથી કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા સાથે વાપસી કરીને ટીમને 5 વિકેટે જીત અપાવી હતી. રોહિતે 12 અને જાડેજાએ 16 રન બનાવ્યા હતા.

કુલદીપે પણ શાનદાર દેખાવ કર્યો 

રવિન્દ્ર જાડેજાની સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરી રહેલા વિન્ડીઝના બેટ્સમેનો માટે કુલદીપ યાદવની સ્પિન રમવી વધુ મુશ્કેલ સાબિત થઈ હતી. 99ના સ્કોર પર વિન્ડીઝની ટીમે તેની 7મી વિકેટ ડોમિનિક ડ્રેક્સના રૂપમાં ગુમાવી હતી. આ પછી 114ના સ્કોર પર ટીમને 9મો ફટકો કેપ્ટન શાઈ હોપના રૂપમાં લાગ્યો હતો, જે 43ના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં 114 રનના સ્કોર પર વિન્ડીઝ ટીમની ઇનિંગ્સ સીમિત રહી હતી.

કુલદીપ યાદવે પોતાની 3 ઓવરની બોલિંગમાં 2 મેડન ઓવર આપીને માત્ર 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા, મુકેશ કુમાર અને શાર્દુલ ઠાકુરે પણ 1-1 વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget