શોધખોળ કરો

IND vs WI: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને વનડેમાં સતત 9મી વખત આપી હાર, જાણો મેચમાં કયા કયા રેકોર્ડ બન્યા

ટીમ ઈન્ડિયાએ આ મેચ 163 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડેમાં ટીમ ઈન્ડિયાની આ સતત 9મી જીત છે.

India vs West Indies 1st ODI Records Broken: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 163 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડેમાં ટીમ ઈન્ડિયાની આ સતત 9મી જીત છે. જાણો આ મેચમાં કયા અન્ય રેકોર્ડ બન્યા અને તૂટ્યા.

વનડેમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી ઓછો સ્કોર

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 23 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ODI ક્રિકેટમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2018માં તિરુવનંતપુરમમાં રમાયેલી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને ટીમ ઈન્ડિયાએ માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારત વિરૂદ્ધ પ્રથમ વનડેમાં બનાવેલ 114 રનનો સ્કોર વેસ્ટ ઈન્ડિઝનો ટીમ ઈન્ડિયા સામે પોતાના ઘરે સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય બોલરોએ 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

5 વિકેટ પડ્યા બાદ બીજી સૌથી મોટી જીત

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના 115 રનના લક્ષ્યને 23મી ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ODI ક્રિકેટના ઈતિહાસમાં પાંચ વિકેટ પડ્યા બાદ બોલ બાકી રહેવાની દ્રષ્ટિએ આ બીજી સૌથી મોટી જીત છે. ભારતે 163 બોલ પહેલા મેચ જીતી લીધી હતી. અગાઉ 2013માં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે 180 બોલ બાકી રહેતા મેચ જીતી હતી.

ભારત સામેની વનડેમાં વેસ્ટ ઈન્ડિઝનો સૌથી ઓછો સ્કોર

  • તિરુવનંતપુરમ 2018માં 104 રન
  • 2023માં 114 રન, બ્રિજટાઉન
  • 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં 121 રન
  • 1993માં કોલકાતામાં 123 રન
  • પર્થમાં 1991માં 126 રન

સ્પિનરોએ ટીમ ઈન્ડિયાને જીત અપાવી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે સ્પિનરોએ કુલ સાત વિકેટ ઝડપી હતી. જેમાં કુલદીપ યાદવે ચાર અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતીય ટીમે ઈશાન કિશનની અડધી સદીની મદદથી 22.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

Embed widget