(Source: Poll of Polls)
IND vs WI 1st ODI: શમી-બુમરાહની ક્લબમાં સામેલ થયો ચહલ, અમદાવાદમાં બનાવ્યો આ રેકોર્ડ
IND vs WI 1st ODI: વેસ્ટ ઈન્ડિઝના બેટર નિકોલસ પૂરનને 18 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કરવાની સાથે તેણે ભારત તરફથી વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો પાંચમો બોલર બન્યો હતો
IND vs WI 1st ODI: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ શરૂ થઈ છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝે 22.5 ઓવરમાં 79 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. આ દરમિયાન ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલે વન ડેમાં 100 વિકેટની સિદ્ધી હાંસલ કરી છે.
વેસ્ટ ઈન્ડિઝના બેટર નિકોલસ પૂરનને 18 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કરવાની સાથે તેણે ભારત તરફથી વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો પાંચમો બોલર બન્યો હતો. આ પછીના બોલે તેણે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડને પણ ખાતું ખોલ્યા વગર પેવેલિયન મોકલ્યો હતો.
ભારત તરફથી વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારા બોલર્સ
- મોહમ્મદ શમી- 56 મેચ
- જસપ્રીત બુમરાહ – 57 મેચ
- કુલદીપ યાદવ -58 મેચ
- ઈરફાન પઠાણ – 59 મેચ
- યુઝવેન્દ્ર ચહલ -60 મેચ
And, 101 in quick succession 💪💪#INDvWI https://t.co/r2WqMVPbI4
— BCCI (@BCCI) February 6, 2022
વન ડે સીરિઝ માટે જાહેર થયેલી બંને ટીમો
ટીમ ઈન્ડિયા- રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, પ્રણંદ કૃષ્ણ, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન.
વેસ્ટ ઈન્ડિઝ- કિરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, એનક્રુમાહ બોનર, ડેરેન બ્રાવો, શામાર બ્રૂક્સ, જેસન હોલ્ડર, અકીલ હોસૈન, અલઝારી જોસેફ, બ્રૈન્ડોન કિંગ, નિકોલસ પૂરન, કેમાર રોચ, રોમારિયો શેફર્ડ, ઓડેન સ્મિથ, હેડન વોલ્શ જુનિયર.