Maharashtra Elections 2024: સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન, કડક સુરક્ષા સાથે વોટિંગ બૂથ પર પહોંચ્યો ભાઈજાન
Maharashtra Elections 2024: તમામ બોલિવૂડ સ્ટાર્સ પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરીને તેમની ફરજ નિભાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સુપરસ્ટાર સલમાન ખાને પણ મુંબઈમાં પોતાનો મત આપ્યો છે.

Maharashtra Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સુપરસ્ટાર સલમાન ખાને મુંબઈમાં પોતાનો મત આપ્યો.
#WATCH | Actor Salman Khan leaves after casting his vote for #MaharashtraElections2024 pic.twitter.com/nQ2NlrlO1o
— ANI (@ANI) November 20, 2024
ગ્રે ટીશર્ટ, કાળી કેપ અને કાળા ચશ્મા પહેરીને સલમાન ખાન સિકંદર લુકમાં વોટ આપવા પહોંચ્યો હતો. તેમણે બાંદ્રા પશ્ચિમના મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. આ દરમિયાન સુપરસ્ટાર કડક સુરક્ષાથી ઘેરાયેલો જોવા મળ્યો હતો.
સલમાન ખાને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી
મતદાન કર્યા પછી, સલમાન ખાન સંપૂર્ણ સ્વેગમાં મતદાન કેન્દ્રની બહાર નીકળતો જોવા મળ્યો હતો. ભારે ભીડ વચ્ચે તેણે હાથ ઉંચા કરીને ચાહકોનું અભિવાદન કર્યું અને કેમેરા સામે હસતો જોવા મળ્યો.






















