Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે, તો બીજી તરફ ઝારખંડમાં પણ બીજા તબક્કાની 38 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે.
Exit Poll 2024: મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે, તો બીજી તરફ ઝારખંડમાં પણ બીજા તબક્કાની 38 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 58.22 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, ઝારખંડમાં મતદારોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં સાંજે 5 વાગ્યા સુધી 67.59 ટકા મતદાન થયું હતું. બંને રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. બંને રાજ્યોમાં ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે.
ઝારખંડ પોલ ઓફ પોલ્સ
ઝારખંડ વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલ 2024
કુલ બેઠકો- 81, બહુમતી- 42
એજન્સી | ભાજપ ગઠબંધન | કોંગ્રેસ ગઠબંધન | અન્ય |
Axis My India | 25 | 53 | 3 |
Matrize | 42-47 | 25-30 | 1-4 |
People Pulse | 44-53 | 25-37 | 5-9 |
Times Now JVC | 40-44 | 30-40 | 1-1 |
Poll Diary | 122-186 | 69-121 | 12-29 |
ચાણક્ય | 45-50 | 35-38 | 03-05 |
પોલ ઓફ પોલ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ
એજન્સી | ભાજપ ગઠબંધન | કોંગ્રેસ ગઠબંધન | અન્ય |
Peoples Pulse | 175-195 | 85-112 | 7-12 |
ચાણક્ય સ્ટ્રેટીઝ | 152-160 | 130-138 | 8-10 |
P marq | 137-157 | 126-146 | 2-8 |
News 18- મેટ્રિક્સ | 150-170 | 110-130 | 8-10 |
Poll Diary | 122-186 | 69-121 | 12-29 |
Peoples Pulse એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર
પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રમાં NDAને 175થી 195 બેઠકો, મહાવિકાસ અઘાડીને 85-112 બેઠકો અને અન્યને 7-12 બેઠકો મળવાની ધારણા છે.
જ્યારે ઝારખંડમાં, પીપલ્સ પલ્સ મુજબ, એનડીએને 44-53 બેઠકો મળવાની ધારણા છે, ઈન્ડિયા ગઠબંધનને 25-37 બેઠકો મળવાની ધારણા છે જ્યારે અન્યને 5-9 બેઠકો મળવાની ધારણા છે.
લોક પોલમાં ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન માટે 41-44 બેઠકોની આગાહી કરવામાં આવી છે
લોક પોલે ઈન્ડિયા ગઠબંધન- JMM, કોંગ્રેસ, RJD અને CPI(ML) ને 41-44 બેઠકો આપી છે. એટલે કે આ ગઠબંધન ફરીથી સરકાર બનાવી શકે છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની વાપસી - ચાણક્ય એક્ઝિટ પોલ
ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલ પણ મહાયુતિની વાપસી દર્શાવે છે. એક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 152-160 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 130-138 બેઠકો મળવાની ધારણા છે.
પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં BJP+ને 122-186નું અનુમાન
તેના એક્ઝિટ પોલમાં, પોલ ડાયરીએ અનુમાન લગાવ્યું છે કે મહારાષ્ટ્રમાં BJP+ને 122-186 સીટો મળશે. જ્યારે કોંગ્રેસ+ ને 69-89 બેઠકો મળવાનો અંદાજ છે.
ઝારખંડમાં પણ બીજેપી ગઠબંધનની સરકાર
મેટ્રિઝ એક્ઝિટ પોલમાં ઝારખંડમાં પણ બીજેપી ગઠબંધન સરકાર બનવાની ધારણા છે. 81 બેઠકો ધરાવતા રાજ્યમાં આ એક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 42-47 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 25-30 અને અન્યને 01-4 બેઠકો મળવાનો અંદાજ છે.
મહારાષ્ટ્રમાં PMARQ એક્ઝિટ પોલમાં પણ મહાયુતિની સરકાર
PMARQ એક્ઝિટ પોલમાં પણ મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન એટલે કે મહાયુતિને લીડ મળતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ અનુસાર, મહાયુતિને 137-157 બેઠકો, મહાવિકાસ અઘાડીને 126-146 અને અન્યને 2-8 બેઠકો મળવાની ધારણા છે.
મહારાષ્ટ્રમાં NDA સરકાર- Matriz એક્ઝિટ
મેટ્રિઝ એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં NDAને જંગી બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. આ એક્ઝિટ પોલમાં બીજેપી ગઠબંધનને 150-170 સીટો, કોંગ્રેસ ગઠબંધનને 110-130 સીટો મળવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં 288 સીટો છે. પરિણામ 23 નવેમ્બરે આવશે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં બુધવારે 38 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન થયું હતું. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં 23 નવેમ્બરે પરિણામ આવશે.
મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન થયું
મહારાષ્ટ્રમાં 288 સીટોવાળી વિધાનસભા માટે એક જ તબક્કામાં મતદાન થયું. મહારાષ્ટ્રમાં 4,136 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મહાગઠબંધનનો ભાગ બનેલ ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCP 59 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ, જે વિપક્ષી ગઠબંધન MVA નો ભાગ છે, તેણે 101 ઉમેદવારો ઉભા રાખ્યા છે, શિવસેના (UBT) એ 95 ઉમેદવારો અને NCP (શરદચંદ્ર પવાર) એ 86 ઉમેદવારો ઉભા રાખ્યા છે. બહુજન સમાજ પાર્ટી (BSP) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિતની નાની પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.