IND Vs WI, 1st T20: રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 4 રને હરાવ્યું
IND Vs WI 1st T20 Score Live: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T20 મેચના અપડેટ્સ મેળવવા માટે એબીપી સાથે જોડાયેલા રહો.
LIVE
Background
IND Vs WI 1st T20 Live Updates: વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા છેલ્લા પડકાર માટે તૈયાર છે. આજથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ T20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. આવતા વર્ષે યોજાનાર 20-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ શ્રેણી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં જેમના પર દાવ લગાવશે તેમાંથી મોટાભાગના ખેલાડીઓનું આવતા વર્ષે વર્લ્ડ કપમાં રમવાનું લગભગ નિશ્ચિત છે.
વેસ્ટ ઈન્ડિઝનો 4 રને વિજય
વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમ સામે 5 મેચની T20 શ્રેણીમાં જીત સાથે મજબૂત શરૂઆત કરી છે. પ્રથમ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી, જેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝનો 4 રને વિજય થયો હતો. આ સાથે તેણે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટ 145 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૌથી વધુ રન તિલક વર્માએ 39 બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યા આઉટ
કેપ્ટન હાર્દિક પંડ્યા 19 રન બનાવીને આઉટ થયો હતો. સંજુ સેમસન 12 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. ભારતને 29 બોલમાં 37 રનની જરૂર છે. ભારતની પાંચ વિકેટ પડી ગઈ છે.
તિલક વર્મા આઉટ
ભારતને મોટો ઝટકો લાગ્યો છે. તિલક વર્મા આઉટ થયો છે. તિલક વર્માએ ડેબ્યૂમાં 39 રનની ઇનિંગ રમી હતી. 11.4 ઓવર પછી ભારતનો સ્કોર 78 રન છે. ભારતની ચાર વિકેટ પડી ગઈ છે. સંજુ હાર્દિકને સપોર્ટ કરવા માટે ક્રિઝ પર છે.
સૂર્યકમાર યાદવ આઉટ
ભારતને મોટો ઝટકો લાગ્યો છે. 67ના સ્કોર પર ત્રીજી વિકેટ પડી. સૂર્યકુમાર યાદવ 21 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્માને સપોર્ટ કરવા માટે હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો છે.
કિશન 6 રન બનાવીને આઉટ
ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. કિશન 6 રન બનાવીને આઉટ થયો હતો. 4.5 ઓવર પછી ભારતનો સ્કોર 28 રન છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા ક્રીઝ પર છે.