IND Vs WI, 2nd T20: વેસ્ટ ઈન્ડિઝે ભારતને બે વિકેટે હરાવી સિરીઝમાં 2-0થી લીડ મેળવી
IND Vs WI 2nd T20 Live Score: ટી20 સિરીઝની બીજી મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
LIVE
Background
IND Vs WI 2nd T20 Live Updates: T20 શ્રેણીની બીજી મેચ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગયાનામાં રમાશે. ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી મેચમાં ભારતની બેટિંગ લાઇનઅપ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તિલક વર્માએ છેલ્લી મેચથી ડેબ્યૂ કર્યું હતું. તેણે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તિલકને બીજી ટી20માં પણ તક મળી શકે છે.
ભારત માટે છેલ્લી મેચમાં તિલક વર્માએ 22 બોલમાં 39 રન બનાવ્યા હતા. તિલકની ઇનિંગમાં 3 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે. તેણે પોતાની તોફાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા. તિલક ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે બીજી ટી20 મેચમાં પણ નંબર 4 પર બેટિંગ કરી શકે છે. ઓપનર શુભમન ગિલ અને ઈશાન કિશન કંઈ ખાસ કરી શક્યા ન હતા. ઈશાનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી શકે છે. ઈશાને વનડે શ્રેણીની ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ ટી20માં ફિટ નથી બેસી શકતો.
વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન રોવમન પોવેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 32 બોલમાં 48 રન બનાવ્યા હતા. પોવેલે 3 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ઓપનર બ્રાન્ડન કિંગે 19 બોલમાં 28 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ આ સિવાય કોઈ બેટ્સમેન સફળ રહ્યો ન હતો. મેયર્સ 1 રન બનાવીને આઉટ થયો હતો. ચાર્લ્સ પણ 3 રન બનાવી આગળ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ બીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
વેસ્ટ ઈન્ડિઝની સતત બીજી જીત
વેસ્ટ ઈન્ડિઝની ટીમે બીજી ટી20માં ભારતને બે વિકેટે હરાવી દીધુ છે. 18.5 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝે ટાર્ગેટ પુરો કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. જ્યારે મુકેશ કુમાર અને અર્શદીપને 1-1 વિેકેટ મળી હતી.
2ND T20I. West Indies Won by 2 Wicket(s) https://t.co/9ozoVNatxN #WIvIND
— BCCI (@BCCI) August 6, 2023
વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 21 રનની જરૂર
વેસ્ટ ઈન્ડિઝે 17 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 18 બોલમાં 21 રનની જરૂર છે. હુસૈન 3 રન બનાવીને રમી રહ્યો છે. જોસેફે હજુ ખાતું ખોલવાનું બાકી છે.
હાર્દિક પંડ્યાએ રોવમેન પોવેલને આઉટ કર્યો હતો
ભારતીય ટીમને ચોથી સફળતા મળી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રોવમેન પોવેલને આઉટ કર્યો હતો. હવે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 4 વિકેટે 89 રન છે. રોવમેન પોવેલની જગ્યાએ શિમરોન હેટમાયર બેટિંગ કરવા આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝને ત્રીજો ઝટકો લાગ્યો, મેયર્સ આઉટ
વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વિકેટ પડી. કાયલ મેયર્સ 7 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. વેસ્ટ ઈન્ડિઝે 4 ઓવરમાં 33 રન બનાવ્યા છે.
ઓવરમાં જ બે વિકેટ પડી
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલી જ ઓવરમાં 2 કેરેબિયન બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતીય કેપ્ટને બ્રેન્ડન કિંગ અને જોન્સન ચાર્લ્સને આઉટ કર્યા હતા. પ્રથમ ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 વિકેટે 2 રન છે.