IND vs WI 2nd T20I: ભારત અને વેસ્ટ ઈન્ડીઝની બીજી ટી20 મેચ 2 કલાક મોડી શરુ થશે, આ છે કારણ...
આજે વેસ્ટ ઈન્ડીઝ અને ભારત વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝની બીજી મેચ સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં રમાવાની છે.
IND vs WI, 2nd T20I: આજે વેસ્ટ ઈન્ડીઝ અને ભારત વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝની બીજી મેચ સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં રમાવાની છે. આજની આ મેચ ભારતીય સમય અનુસાર 8 વાગ્યે શરુ થવાની હતી. પરંતુ હવે અપડેટ મળી રહ્યું છે કે, આ મેચ 2 કલાક મોડી શરુ થશે.
જાણીતા ક્રિકેટ જર્નાલિસ્ટ જોન્સે કરેલા ટ્વીટ મુજબ મુજબ ટીમનો સામાન મોડો પહોંચી રહ્યો છે તેથી મેચ મોડી શરુ થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મેચ ભારતીય સમય અનુસાર 8 વાગ્યે શરુ થવાની હતી. પરંતુ હવે રાત્રે 10 વાગ્યે મેચ શરૂ થશે.
The second T20 between India vs West Indies starts at 10 pm IST today.
— Johns. (@CricCrazyJohns) August 1, 2022
The team luggage is arriving late so the second T20 will start at 10 pm instead of 8 pm IST. #INDvWI
— Johns. (@CricCrazyJohns) August 1, 2022
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાનારી આજની ટી20 મેચ દરમિયાન વરસાદ પડવાની પુરી શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સોમવારે સેન્ટ કિટ્સનું તાપમાન 26 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે, સેન્ટ કિટ્સમાં પવનની ઝડપ 27 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
પિચ રિપોર્ટઃ
પિચ રિપોર્ટ વિશે વાત કરીએ તો, મેદાનની પિચથી બેટ્સમેન અને બોલર બંનેને મદદ મળવાની આશા છે. જો કે, સ્પિનર્સની ભૂમિકા બ્રાયન લારા સ્ટેડિયમની પિચ ઉપર ખુબ જ મહત્વની હોઈ શકે છે. મિડલ ઓવર્સ દરમિયાન સ્પિનર્સને પિચથી ઘણી મદદ મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે બદલાવઃ
આજની મેચમાં ભારત તેની પ્લેઈંગ 11માં બદલાવ કરી શકે છે. પિચથી સ્પિનર્સને મદદ મળવાની સંભાવનાને લઈ ટીમ ઈન્ડિયા શ્રેયસ અય્યરની જગ્યાએ ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને પ્લેઈંગ 11નો ભાગ બનાવી શકે છે. દીપક હુડ્ડા ઓફ સ્પિનર છે અને તે હાલ બેટિંગ પણ સારી કરી રહ્યો છે અને ફોર્મમાં છે. જો કે, ભારતની ટીમ બે ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે.