IND vs WI 3rd T20 LIVE: ભારતે ત્રીજી ટી-20 મેચ 17 રને જીતી, ટી20 ક્રિકેટમાં ભારત પ્રથમ સ્થાને પહોંચ્યું
IND vs WI 3rd T20 LIVE Updates: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ સીરીઝ 2-0થી કબજે કરી ચૂકી છે
Background
India vs West Indies 3rd T20 Live Streaming: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ સીરીઝ 2-0થી કબજે કરી ચૂકી છે, તો બીજીબાજુ કેરેબિયન ટીમ આજેની મેચ જીતીને સન્માન બચાવવાની કોશિશ કરશે. પરંતુ બન્ને ટીમોમાં આજની મેચમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. બીસીસીઆઇએ એકબાજુ વિરાટ કોહલી અને ઋષભ પંતને આરામ આપ્યો છે
ભારતે સીરીઝ 3-0થી પોતાના નામે કરી
ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 17 રનથી હરાવી સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. વનડે બાદ હવે ભારતે ટી-20 શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી લીધું છે.
વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ
કોલકાતામાં રમાઈ રહેલી ટી-20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે પ્રથમ બેટિંગ કરતા 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી.




















