વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટી20માં ભારતીયો માટે આવી એક ખુશખબરી, જાણો કોલકત્તામાં શું કર્યુ બીસીસીઆઇએ....
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બંગાળ ક્રિકેટ સંઘના પ્રમુખ અવિષેક ડાલમિયાને લખેલા ઇમેલમાં કહ્યું
India vs West Indies T20 Series Kolkata: ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે હાલમાં ત્રણ મેચોની ટી20 સીરીઝની ચાલી રહી છે. આ સીરીઝમાં ભારતીય ટીમે બુધવારે પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. સીરીઝની તમામ મેચો કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ રહી છે. પરંતુ હવે બીસીસીઆઇએ એક મોટી જાહેરાત કરી છે, જે ભારતીય ફે્ન્સ માટે એક ખુશખબર સમાન છે.
ખરેખરમાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં પહેલા બીસીસીઆઇએ મેદાનમાં દર્શકોની હાજરી પર પ્રતિબંધ લગાવ્યો હતો, હવે એક આદેશમાં ફરીથી દર્શકોને મેદાનમાં જવા દેવાની અનુમતિ આપવામાં આવી છે. હવે બન્ને ટીમો વચ્ચે 20મી ફેબ્રુઆરીએ રમાનારી ત્રીજી ટી20 મેચમાં 20000 દર્શકો મેચ જોઇ શકશે. આમાં મોટાભાગના બંગાળ ક્રિકેટ સંઘના સભ્યો હશે.
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બંગાળ ક્રિકેટ સંઘના પ્રમુખ અવિષેક ડાલમિયાને લખેલા ઇમેલમાં કહ્યું કે, -તમારા અનુરોધ બાદ અન્ય પદાધિકારીઓ સાથે વાતચીત બાદ આ ફેંસલો લેવામાં આવ્યો છે કે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રીજી ટી20માં દર્શકોને પ્રવેશ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ