(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI : ભારતે વેસ્ટ ઈન્ડિઝને બીજી વન ડેમાં 2 વિકેટથી આપી રોમાંચક હાર, આ ગુજરાતી રહ્યો જીતનો હીરો
IND vs WI: ભારત તરફથી અક્ષર પટેલ જીતનો હીરો રહ્યો હતો. તેણે 35 બોલમાં 3 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 64 રન બનાવી ભારતને જીત અપાવી હતી.
IND vs WI, 2nd ODI, Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 312 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે 49.4 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલ જીતનો હીરો રહ્યો હતો. તેણે 35 બોલમાં 3 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 64 રન બનાવી ભારતને જીત અપાવી હતી. બોલિંગમાં પણ તેણે 9 ઓવરમાં 1 મેડન નાંખી 40 રન આપીને એક વિકેટ લીધી હતી. તેના આ શાનદાર દેખાવ બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ લીધી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. શાઈ હોપ અને નિકલોસ પૂરને ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હોપે 100મી વન ડેને યાદગાર બનાવતાં 115 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે પૂરને 74 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ મેને આવેશ ખાને 6 ઓવરમાં 54 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લઈ શકયો નહોતો.
Axar Patel the hero for India 🔥
— ICC (@ICC) July 25, 2022
Shai Hope ton in vain for West Indies 💪
Series clinched in style by India 💥
All the talking points from the second #WIvIND ODI in Trinidad 👇https://t.co/ChwrETWSR7
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન - શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ 11
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ 11 - શાઈ હોપ, કાયલ મેયર્સ, શમર બ્રુક્સ, બ્રાન્ડોન કિંગ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, અકીલ હુસેન, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ, અલઝારી જોસેફ, જેડન સીલ્સ