શોધખોળ કરો

IND vs ZIM: આજે ઝિમ્બાબ્વે સિરીઝની પ્રથમ મેચ રમશે ટીમ ઈન્ડિયા, જાણો કેવી હોઈ શકે છે પ્લેઇંગ XI

IND vs ZIM 1st T20I: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી પાંચ મેચની T20 સિરીઝનો પ્રથમ મુકાબલો આજે એટલે કે 06 જુલાઈ, શનિવારે રમાશે.

IND vs ZIM 1st T20I Predicted Playing XI: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી પાંચ મેચની T20 સિરીઝનો પ્રથમ મુકાબલો આજે એટલે કે 06 જુલાઈ, શનિવારે રમાશે. આ T20 વર્લ્ડ કપ 2024 પછી મેન ઈન બ્લૂની પ્રથમ સિરીઝ છે. જોકે આ સિરીઝમાં તમને ટીમ ઈન્ડિયામાં મોટાભાગે નવા અને યુવા ચહેરાઓ જોવા મળશે, જેમના કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યા છે. આમ, ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20માં ભારતની પ્લેઇંગ ઈલેવન પણ ખૂબ રસપ્રદ હોઈ શકે છે.

આજે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20માં કેટલાક ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ પણ કરી શકે છે, જેમાં અભિષેક શર્મા, રિયાન પરાગ અને હર્ષિત રાણા સામેલ છે. ત્રણેય ખેલાડીઓએ IPL 2024માં શાનદાર રમત બતાવી હતી. તો ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવન

સૌ પ્રથમ ઓપનિંગમાં રુતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્મા દેખાઈ શકે છે. શુભમન ગિલ નંબર ત્રણ પર રમી શકે છે. અભિષેક ટીમ માટે આક્રમક ઓપનર સાબિત થઈ શકે છે. IPLમાં હૈદરાબાદ માટે અભિષેકે આક્રમક બેટિંગ કરી બધાનું દિલ જીતી લીધું હતું.

પછી નંબર ચાર પર રાજસ્થાન રોયલ્સ માટે રમતા રિયાન પરાગ આવી શકે છે. પરાગ માટે 2024નું IPL ખૂબ જ શાનદાર રહ્યું હતું. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેન હતો. પરાગે 573 રન સ્કોર કર્યા હતા. આગળ વધતા નંબર પાંચ પર વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા દેખાઈ શકે છે.

ત્યારબાદ નંબર છ પર રિંકુ સિંહ આવી શકે છે, જે ફિનિશરની ભૂમિકા નિભાવે છે, જ્યારે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર નંબર સાત પર આવી શકે છે. સુંદર અને રિંકુના નંબરમાં ફેરફાર પણ થઈ શકે છે.

બોલિંગ ડિપાર્ટમેન્ટ આવું હોઈ શકે છે

ટીમ ત્રણ પેસર સાથે ઉતરી શકે છે. ઝડપી બોલરોની યાદીમાં આવેશ ખાન, ડાબોડી ખલીલ અહમદ અને KKR માટે રમતા હર્ષિત રાણા સામેલ હોઈ શકે છે. પેસરોની આ તિકડી સાથે રવિ બિશ્નોઈને મુખ્ય સ્પિનર તરીકે રાખવામાં આવી શકે છે, જેમને વોશિંગ્ટન સુંદર સાથ આપશે.

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ XI

શુભમન ગિલ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિયાન પરાગ, જિતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, આવેશ ખાન, ખલીલ અહમદ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી

Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Haryana Elections 2024: હરિયાણામાં આજે જામશે ચૂંટણી જંગ,જાણો સૌથી ચર્ચિત સીટો અને કઈ પાર્ટી બની શકે છે કિંગ મેકર

વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે

જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત

Embed widget