Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024
સુરત શહેર ભાજપના વધુ એક કાર્યકરની ભવાઈ સોશિયલ મિડીયામાં વગોવાઈ રહી છે. ઉત્તર ભારતીય સમાજમાંથી આવતા ભાજપના કાર્યકર અને શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાઘ્યાયના ભાઈનો હવે સોશિયલ મિડીયામાં વીડિયો વાઈરલ થયો છે. હાથમાં રિવોલ્વર લઈ રૂમમાં ડાન્સર સાથે ઝૂમી રહેલો સુજીત ઉપાઘ્યાય પણ ડિંડોલી વિસ્તારમાં ભાજપનો સક્રિય કાર્યકર છે. ઉપાઘ્યાયની ટપોરીછાપ હરકતથી શહેર ભાજપ વધુ એક વખત ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે.
સુરત મહાપાલિકાના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતના દૂધ પૌંઆ, દિપીકા પટેલ આપઘાત કેસમાં નગરસેવક ચિરાગ સોલંકી સામે કચવાટ, ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારી સહિતના કાર્યકરોને પગલે શહેર ભાજપનું નામ વગોવાઈ રહ્યું છે. સત્તાના મદમાં છકી ગયેલા કાર્યકરોના વાણી, વર્તન અને વ્યવહારથી સામાન્ય નાગરિકો ઉવાચ થઈ ચૂક્યા છે. હવે શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાઘ્યાયના સગા ભાઈએ કરેલું પરાક્રમ સોશિયલ મિડીયામાં વાઈરલ થયું છે.