IND vs ZIM 3rd ODI: ઝિમ્બાબ્વેને હરાવીને ભારતે પાકિસ્તાનના વર્લ્ડ રેકોર્ડની કરી બરોબરી
ત્રીજી વન-ડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલની સદીની મદદથી 8 વિકેટે 289 રન બનાવ્યા હતા
નવી દિલ્હીઃ ભારતે ત્રીજી અને અંતિમ વનડેમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવીને ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ રોમાંચક જીત બાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વાસ્તવમાં આ રેકોર્ડ ઝિમ્બાબ્વે સામે સૌથી વધુ વનડે મેચ જીતવાનો છે. ભારતે હવે ઝિમ્બાબ્વે સામે 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ જીતના પાકિસ્તાનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલ (130)ની પ્રથમ સદીની મદદથી 8 વિકેટે 289 રન બનાવ્યા હતા અને ત્યારબાદ સિકંદર રઝાની સદી છતાં (115) ઝિમ્બાબ્વે 276 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ઝિમ્બાબ્વે સામે ODI ક્રિકેટમાં ભારતની આ 54મી જીત છે. ભારત અને પાકિસ્તાને અત્યાર સુધીમાં સૌથી વધુ વખત ઝિમ્બાબ્વેની ધોલાઈ કરી છે. પાકિસ્તાન પણ આ ફોર્મેટમાં 54 વખત ઝિમ્બાબ્વેને હરાવ્યું છે. બાંગ્લાદેશ 51 જીત સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
સિકંદર રઝાની શાનદાર ઇનિંગ
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વે ટીમ માટે સિકંદર રઝાએ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે સદી ફટકારી હતી. સિકંદરે 95 બોલમાં 115 રન બનાવ્યા હતા. સીન વિલિયમ્સે 45 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 46 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ખેલાડી ઈનોસન્ટ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે કૈટાનોએ 13 રનનું યોગદાન આપ્યું હતું. રાયન બર્લે પણ બહુ કંઈ કરી શક્યો ન હતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેડ ઇવાન્સે 37 બોલમાં 28 રન બનાવ્યા હતા.
અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી
ભારત તરફથી કુલદીપ યાદવે સારી બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી હતી. દીપક ચહરે 10 ઓવરમાં 75 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે ખૂબ જ સારી બોલિંગ કરી. તેણે 10 ઓવરમાં માત્ર 30 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે મેડન ઓવર પણ ફેંકી હતી. અવેશ ખાને 9.3 ઓવરમાં 66 રન આપીને 3 વિકેટ લીધી હતી.
Aadhaar Card: આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ હવે થશે દૂર, UIDAIએ લીધો મોટો નિર્ણય
Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ
AAP vs BJP : આમ આદમી પાર્ટીનો દાવો, મનીષ સીસોદીયા પાસે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ