IND vs ZIM: ભારતે ઝિમ્બાબ્વેને આપ્યો 290 રનનો ટાર્ગેટ, ગિલનું શાનદાર શતક, આ બોલરે ઝડપી 5 વિકેટ
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાન પર 289 રન બનાવ્યા હતા.
IND vs ZIM, 1st Innings Highlights: હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની સિરીઝમાં આજે ત્રીજી વનડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાન પર 289 રન બનાવ્યા હતા. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતાં 97 બોલમાં 130 રન બનાવ્યા હતા. આ સાથે ઈશાન કિશને 50 રન બનાવ્યા હતા. શિખર ધવને 40 અને કેએલ રાહુલે 30 રનનું યોગદાન આપ્યું હતું.
Innings Break!
— BCCI (@BCCI) August 22, 2022
A brilliant 130 from @ShubmanGill as #TeamIndia post a total of 289/8 on the board.
Scorecard - https://t.co/ZwXNOvRwhA #ZIMvIND pic.twitter.com/sKPx9NzWwi
આ દરમિયાન ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ ઈવાન્સે શાનદાર બોલિંગ કરી હતી ઈવાન્સે 5 વિકેટ ઝડપી હતી. ઈવાન્સે શિખર ધવન, કેએલ રાહુલ, શુભમન ગિલ, દિપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર જેવા ભારતના મહત્વના બેટ્સમેનને પવેલિયન મોકલ્યા હતા.
બીજી તરફ ભારત તરફથી શુભમન ગિલે પોતાની કારકિર્દીની પ્રથમ સદી પુર્ણ કરી હતી. ગિલે 97 બોલમાં 130 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને તેની સાથે ભારત માટે મહત્વની ભાગીદારી બનાવી હતી. ઈશાન કિશને 61 બોલમાં પોતાનું અર્થશતક પુર્ણ કર્યું હતું.
હરારેમાં રમાઈ રહેલી વનડે સીરીઝની ત્રીજી મેચમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન શિખર ધવન અને કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ તે 46 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ધવને 40 રનનું યોગદાન આપ્યું હતું. ઈશાને અડધી સદી ફટકારી હતી. તેણે 61 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. જ્યારે દિપક હુડ્ડા 1 રન બનાવીને આઉટ થયો હતો.
સંજુ સેમસન ટૂંકી ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 સિક્સરની મદદથી 15 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલ 1 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ બેટિંગ દ્વારા સદી ફટકારીને આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 130 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.શાર્દુલ ઠાકુર 6 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 9 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં દીપક ચહર 1 રન અને કુલદીપ યાદવ 2 રને અણનમ રહ્યા હતા. આ રીતે ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા હતા.
ઝિમ્બાબ્વે તરફથી બ્રાડ ઇવાન્સે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 5 વિકેટ લીધી હતી. ઈવાન્સે 10 ઓવરમાં 54 રન આપ્યા હતા. જ્યારે વિક્ટરે 10 ઓવરમાં 48 રન આપીને એક વિકેટ લીધી હતી.