શોધખોળ કરો

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

Zimbabwe vs India 3rd T20I: હરારેમાં રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સિરીઝના આ નિર્ણાયક મુકાબલા માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમમાં પણ બદલાવ જોવા મળ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય કેપ્ટન ઐયરે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી.
  • ભારતીય ટીમમાં બે ફેરફાર, પિચ ધીમી થવાની શક્યતા.
  • ઝિમ્બાબ્વેમાં એક ફેરફાર

Zimbabwe vs India 3rd T20I: હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

ભારતીય ટીમમાં બે ફેરફાર

ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તેમણે નોંધ્યું કે ટીમ એજ પીચ પર રમી રહી છે, તેથી તે ધીમે-ધીમે  ધીમી થવાની ધારણા છે. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે: પ્રિન્સની જગ્યાએ અશોક શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને શિવમ દુબેની જગ્યાએ સૂર્યાંશનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો...શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

હરારેની પિચ કેવી છે?

હરારેની પિચ પર આજે બેટિંગની સ્થિતિ પાછલી મેચ જેટલી સરળ નહીં હોય. આ એ જ વપરાયેલી પિચ છે જેના પર છેલ્લી મેચ રમાઈ હતી. હવે તિરાડો વધુ દેખાય છે, જે દર્શાવે છે કે સપાટી એકદમ સૂકી થઈ ગઈ છે. પરિણામે, સ્પિનરોની સાથે ઝડપી બોલરોની ધીમી બોલિંગ પણ અસરકારક સાબિત થઈ શકે છે.

અમે પણ બેટિંગ કરી હોત - રઝા
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ કહ્યું કે જો તેઓ ટોસ જીત્યા હોત, તો તેઓ પણ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોત. પિચ ધીમી હોવાથી નહીં, પરંતુ સારો સ્કોર બનાવવાની આશામાં. ટીમમાં એક ફેરફાર છે: રિચાર્ડ નગારવાના સ્થાને વેલિંગ્ટન મસાકાડઝાને સામેલ કરવામાં આવ્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન:

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, મયંક યાદવ અને અશોક શર્મા.                    

ઝિમ્બાબ્વેની પ્લેઈંગ ઈલેવન:

બ્રાયન બેનેટ, બેન કરન, ડાયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રિયાન બર્લ, વેસ્લી મધેવેરે, તદિવાનાશે મારૂમાની (વિકેટકીપર), બ્રેડ ઈવાન્સ, ન્યૂમેન ન્યામુરી, વેલિંગટન મસાકાદ્ઝા અને બ્લેસિંગ મુઝારાબની.             

Frequently Asked Questions

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી T20I ક્યાં રમાઈ રહી છે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી T20I હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ રહી છે. આ ત્રણ મેચોની સિરીઝનો છેલ્લો મુકાબલો છે.

ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને શું નિર્ણય લીધો?

ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમને આશા છે કે પિચ ધીમે ધીમે ધીમી પડશે.

ભારતીય ટીમમાં કેટલા અને કયા ફેરફાર કરવામાં આવ્યા છે?

ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રિન્સની જગ્યાએ અશોક શર્મા અને શિવમ દુબેની જગ્યાએ સૂર્યાંશને ટીમમાં શામેલ કરાયા છે.

હરારેની પિચની સ્થિતિ કેવી છે?

હરારેની પિચ વપરાયેલી અને સૂકી છે, જેમાં તિરાડો દેખાય છે. તે પાછલી મેચ જેટલી સરળ નથી. સ્પિનરો અને ધીમી બોલિંગ અસરકારક સાબિત થઈ શકે છે.

ઝિમ્બાબ્વેની ટીમમાં શું ફેરફાર થયો છે?

ઝિમ્બાબ્વેની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. રિચાર્ડ નગારવાના સ્થાને વેલિંગ્ટન મસાકાડઝાને સામેલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget