IND vs ZIM: સૂર્યકુમાર યાદવે આજની મેચમાં 35 રન પૂરા કરતાં જ રચ્યો ઈતિહાસ, બન્યો ભારતનો પ્રથમ બેટ્સમેન
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આજે ઝિમ્બાબ્વે સામેની ટીમની છેલ્લી ગ્રુપ મેચ દરમિયાન 35 રન પૂરા કરતાં જ ક્રિકેટના T20 ફોર્મેટમાં ઈતિહાસ રચ્યો હતો.
IND vs ZIM Suryakumar Yadav: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આજે ઝિમ્બાબ્વે સામેની ટીમની છેલ્લી ગ્રુપ મેચ દરમિયાન 35 રન પૂરા કરતાં જ ક્રિકેટના T20 ફોર્મેટમાં ઈતિહાસ રચ્યો હતો. સૂર્યકુમાર યાદવ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 1000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા, અન્ય કોઈ બેટ્સમેને એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે આ પરાક્રમ કર્યું ન હતું.
સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યુંઃ
આ સાથે, સાથે સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. વિશ્વ ક્રિકેટના રેકોર્ડની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં 1000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં આ રેકોર્ડ વર્ષ 2021માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ રિઝવા બનાવ્યો હતો. એટલું જ નહીં, સૂર્યકુમાર વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.
Milestone 🚨 - 1000 T20I runs and counting for @surya_14kumar 👏👏
He becomes the first Indian batter to reach this milestone in 2022.
Live - https://t.co/lWOa4COtk9 #INDvZIM #T20WorldCup pic.twitter.com/c9fW6jg3j4 — BCCI (@BCCI) November 6, 2022
સૂર્યકુમારે 2022માં ટી20માં સૌથી વધુ રન બનાવ્યા
વર્ષ 2022માં અત્યાર સુધીમાં, સૂર્યકુમાર યાદવે 28 મેચની 28 ઇનિંગ્સમાં 44.34ની એવરેજ અને 185.79ની સ્ટ્રાઇક રેટ સાથે 1020 રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનારની બાબતમાં તે નંબર 1 પર છે. તેણે 28 ઇનિંગ્સમાં એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. જ્યારે 23 મેચમાં 924 રન બનાવનાર મોહમ્મદ રિઝવાન બીજા નંબર પર છે.
સૂર્યકુમારે બનાવ્યા શાનદાર 61 રનઃ
સૂર્યકુમાર યાદવે ઝિમ્બાબ્વે સામે શાનદાર ઇનિંગ રમી અને માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ઈનિંગમાં સૂર્યકુમારે 3 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ મેચમાં તેણે 25 બોલમાં અણનમ 61 રનની ઇનિંગ રમી હતી અને 4 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. ભારતીય ટીમે આ મેચમાં 101 રનમાં કેએલ રાહુલની અડધી સદીની ઇનિંગ હોવા છતાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ સૂર્યકુમારે પોતાની વિસ્ફોટક ઇનિંગથી ભારતીય ટીમનો સ્કોર 186 રન સુધી પહોંચાડ્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા.