2012માં ભારતને વર્લ્ડકપ જીતાડનાર આ 28 વર્ષના ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા
ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલમાં તેના પ્રદર્શનમાં સાતત્ય બતાવી શક્યો નથી અને તેના કારણે તેને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી શકી નથી.
Unmukt Chand Retires from Indian Cricket: 2012માં પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતને અંડર -19 વર્લ્ડ કપ જીતાડનાર જમણા હાથના બેટ્સમેન ઉન્મુક્ત ચંદે 28 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 2012માં ઉનમુક્તે ભારતને અંડર -19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેણે અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પણ સદી ફટકારી હતી અને તે પછી તેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવામાં આવ્યું હતું.
જોકે ઉનમુક્ત ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલમાં તેના પ્રદર્શનમાં સાતત્ય બતાવી શક્યો નથી અને તેના કારણે તેને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી શકી નથી. તે આઈપીએલમાં દિલ્હી અને મુંબઈ તરફથી રમ્યો છે.
ઉનમુક્તે આજે એક ટ્વીટમાં ચાહકોને જાણ કરી હતી કે હવે તેમના જીવનની નવી સફર શરૂ થઈ રહી છે. તેણે તેની ગમગીનીનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેની ક્રિકેટ કારકિર્દીના સુવર્ણ દિવસોનો ફોટો છે. એક સમયે ઉનમુક્તને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવતું હતું, પરંતુ આ પ્રતિભાશાળી બેટ્સમેનની પડતી શરૂ થઈ અને હવે 28 વર્ષની ઉંમરે તેણે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
T3- On to the next innings of my life #JaiHind🇮🇳 pic.twitter.com/w84kWeCqhM
— Unmukt Chand (@UnmuktChand9) August 13, 2021
આવી રહી કારકિર્દી
ઉનમુક્તે ભારતમાં ઘણી ક્રિકેટ રમી છે. તેણે 67 ફર્સ્ટ ક્લાસ મેચમાં 31.57ની સરેરાશથી 3,379 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટે આઠ સદી અને 16 અડધી સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 151 રન હતો. તે જ સમયે લિસ્ટ A ની 120 મેચમાં ઉનમુક્તે 41.33ની સરેરાશથી 4505 રન બનાવ્યા હતા. તેણે આ ફોર્મેટમાં સાત સદી અને 32 અડધી સદી ફટકારી હતી. તે જ સમયે 77 ટી 20 મેચમાં તેણે ત્રણ સદી સાથે 1565 રન બનાવ્યા છે.