IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી નીતિશ રેડ્ડીએ સૌથી વધુ રન બનાવ્યા હતા.
IND vs AUS: પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી નીતિશ રેડ્ડીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. 59 બોલનો સામનો કરીને તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રિષભ પંતે 37 રન બનાવ્યા હતા. 78 બોલનો સામનો કરીને તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કેએલ રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં. વિરાટ કોહલી 5 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
India all out for 150 in post-lunch session on Day 1 of first Test against Australia.#INDvsAUS #BGT2024 pic.twitter.com/AfG0ygAOBZ
— Press Trust of India (@PTI_News) November 22, 2024
ઓસ્ટ્રેલિયાના બોલરોએ કહેર વર્તાવ્યો હતો. હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી. તેણે 13 ઓવરમાં 29 રન આપ્યા હતા. મિચેલ સ્ટાર્કે 11 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. પેટ કમિન્સ અને મિશેલ માર્શે 2-2 વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. આ પછી ત્રીજા નંબરે આવેલો દેવદત્ત પડિકલ પણ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તે પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોશ હેઝલવુડે વિરાટને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઇનિંગની શરૂઆત કરવા આવેલા કેએલ રાહુલ 74 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ધ્રુવ જુરેલ 11 રન બનાવીને અને વોશિંગ્ટન સુંદર ચાર રન બનાવીને આઉટ થયો હતો. 73 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ ઋષભ પંત અને નીતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. પંત 78 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો.
યુવા નીતીશ કુમાર રેડ્ડી એક છેડે મક્કમ હતો, પરંતુ કોઈએ તેમને સાથ આપ્યો ન હતો. ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નીતિશે 59 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ દરમિયાન નીતિશે 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. બીજા છેડે હર્ષિત રાણા 07 રન અને જસપ્રિત બુમરાહ 08 રન બનાવીને આઉટ થયા હતા.
પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર શોટ પર સિક્સર ફટકારી હતી. જ્યારે કોઈ ખેલાડીએ તેને સાથ આપ્યો ન હતો, ત્યારે તે ઝડપી રન બનાવવાના પ્રયાસમાં આઉટ થયો હતો. ભારતે તેની છેલ્લી વિકેટ નીતિશના રૂપમાં ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી તમામ ઝડપી બોલરોએ 10 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો...