શોધખોળ કરો
Advertisement
IND A vs AUS A: પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમનો ધબડકો, બુમરાહે અણનમ 55 રન ફટકારી બચાવી લાજ
ભારતના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવાર 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમાશે. આ પહેલા આજે ભારત-એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય બેટ્સમેનોએ કંગાળ પ્રદર્શન કર્યુ છે. ભારતીય ટીમ પ્રથમ દિવસે 48.3 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક તબક્કે ભારતીય ટીમે 123 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બુમરાહ અને સિરાજે લાજ રાખી હતી.
ભારતના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો. પરંતુ આ નિર્ણય ખોટો સાબિત પડતો હોય તેમ 9 રનના સ્કોર પર મયંક અગ્રવાલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. પૃથ્વી શૉ 40 રન બનાવી બીજી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 72 રન હતો. જે 123 રન સુધી પહોંચતા 9 વિકેટ પડી ગઈ હતી.
આ પછી 10 વિકેટ માટે બુમરાહ અને સિરાજે 71 રનની પાર્ટનરશિપ કરી હતી. બુમરાહ 57 બોલમાં 55 રન બનાવી અણનમ રહ્યો હતો. પૃથ્વી શૉએ 40, મયંક અગ્રવાલે 2, શુભમન ગિલે 43, હનુમા વિહારીએ 15, અજિંક્ય રહાણેએ 4, પંતે 5, સાહાએ 0, સૈનીએ 4, શમીએ 0 અને સિરાજે 22 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા એ તરફથી એબોટ અને વિલ્ડરમુર્થે 3-3 તથા કોનવે, વિલ સુથરલેંડ, ગ્રીન, સ્વેપસનને 1-1 સફળતા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion