શોધખોળ કરો

IND vs PAK: ભારતીય ખેલાડીઓએ ફરી પાકિસ્તાનીઓ સાથે ન મિલાવ્યા હાથ, 'ગન સેલિબ્રેશન'નો જીતથી આપ્યો જવાબ

IND vs PAK: ભારતીય ટીમે સુપર 4 મેચ જીત્યા પછી પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નથી

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 'હાથ નહીં મિલાવવા'ના વિવાદે એક નવો વળાંક લીધો છે. આ વિવાદ લાંબો સમય ચાલી શકે છે, કારણ કે ભારતીય ટીમે સુપર 4 મેચ જીત્યા પછી પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નથી. અગાઉ ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સલમાન આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ બંને ઓન-ફિલ્ડ અમ્પાયરો સાથે હાથ મિલાવ્યો અને પછી ડ્રેસિંગ રૂમમાં ગયા હતા.

તિલક વર્માએ શાહીન આફ્રિદીના બોલ પર ફોર ફટકારીને ભારતનો 6 વિકેટથી વિજય સુનિશ્ચિત કર્યો હતો. ગ્રુપ મેચમાં જ્યારે ભારત અને પાકિસ્તાન એકબીજા સામે હતા, ત્યારે 7 વિકેટની જીત પછી સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે સીધા ડ્રેસિંગ રૂમમાં જતા રહ્યા હતા. સુપર 4 મેચમાં ભારતીય ખેલાડીઓએ તેમની નીતિ ચાલુ રાખી અને પાકિસ્તાની ખેલાડીઓને સંપૂર્ણપણે અવગણ્યા હતા.

'ગન સેલિબ્રેશન'નો બદલો

આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. આ મુખ્યત્વે સાહિબજાદા ફરહાનની અડધી સદીની ઇનિંગને કારણે થયું, જેમણે 58 રન બનાવ્યા હતા. વાસ્તવમાં 50  રન પર કર્યા પછી ફરહાને બંદૂકની જેમ બેટ પકડીને પોતાની અડધી સદીની ઉજવણી કરી હતી.  કેટલાક પાકિસ્તાની ચાહકોએ તો તેની ઉજવણીને ઓપરેશન સિંદૂર સાથે જોડવાનું શરૂ કર્યું હતું.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ગ્રુપ સ્ટેજ મેચ પછી કહ્યું કે હાથ ન મિલાવવાનો નિર્ણય ટીમનો હતો, વ્યક્તિગત નહીં. પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને ભારતીય ટીમે "ગન સેલિબ્રેશન" નો જવાબ આપ્યો હતો.

ભારતનો 6 વિકેટથી વિજય

સુપર 4 તબક્કામાં બંને ટીમો વચ્ચેનો આ પહેલો મુકાબલો હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 171 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બેટ્સમેનોએ બચાવ કરી શકાય તેવો કુલ સ્કોર બનાવ્યો હતો પરંતુ પાવરપ્લેમાં અભિષેક શર્મા અને શુભમન ગિલની વિસ્ફોટક બેટિંગે ભારતને જીત અપાવી દીધી હતી. ભારતીય ટીમ ફક્ત નવ ઓવરમાં જ 100 રનનો આંકડો વટાવી ચૂકી હતી. અભિષેક શર્માએ 74 રન અને શુભમન ગિલે 47 રન બનાવ્યા હતા.                

ટોપ સ્ટોરી

India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget