શોધખોળ કરો

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

Heatwave : આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિવિયર હિટવેવને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Heatwave : ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિવિયર હિટવેવને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી,સુરેંદ્રનગર, રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બીજી તરફ મંગળવારે 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 41.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું. જેના કારણે લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો છે. આગામી ત્રણ દિવસ ગરમીના પ્રકોપ બાદ  તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.  અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા સાત ડિગ્રી જેટલુ ઊંચુ નોંધાતા મહાનગરપાલિકાની ટીમે શહેરીજનોને તકેદારી રાખવાની સૂચના આપી દીધી છે. 13 માર્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ,15 માર્ચ સુધી રાજ્યમાં આકાશમાંથી દેવતા વરસતા હોય તેવી ગરમી પડશે. આ વિસ્તારોમાં બપોરના સમયે લૂ વાગવાના કિસ્સા વધી શકે છે, તેથી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અને સતત પાણી કે છાશ પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

AMCનો હીટ એક્શન પ્લાન 

વધતી ગરમીને ધ્યાનમાં રાખી AMCએ હીટ એક્શન પ્લાન અમલમાં મુક્યો છે. શહેરીજનોને ગરમીમાં રાહત મળે તે માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. વિવિધ એનજીઓ અને બિલ્ડર્સના સહયોગથી શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરૂ કરાઈ છે. મ્યુનિસિપલ શાળાઓમાં દર દોઢ કલાકે 'વોટર બેલ' રાખવાની વ્યવસ્થા કરાઈ છે. તમામ આંગણવાડીમાં ORSના પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 

AMTS અને BRTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકોને બપોરે 1 થી 4 કામ બંધ રાખી આરામ આપવાની સૂચના અપાઈ છે. સફાઈ કામદારોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. લોકો ગરમીથી રાહત મેળવવા બાગ બગીચામાં જઈ શકે તે માટે બગીચાઓ સાંજે છ વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget