2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
આ દિવસોમાં ભારતમાં IPL 2025નો ઉત્સાહ ચરમસીમા પર છે, આ ટૂર્નામેન્ટ 25મી મે સુધી ચાલશે. તે પછી ભારતીય ક્રિકેટ ટીમનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે.

India vs South Africa 2025 Schedule: આ દિવસોમાં ભારતમાં IPL 2025નો ઉત્સાહ ચરમસીમા પર છે, આ ટૂર્નામેન્ટ 25મી મે સુધી ચાલશે. તે પછી ભારતીય ક્રિકેટ ટીમનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. હવે દક્ષિણ આફ્રિકાની ટીમના ભારત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર થઈ ગયું છે. આ વર્ષે, નવેમ્બર-ડિસેમ્બર મહિના દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20 અને ત્રણ ODI મેચોની શ્રેણી રમાશે. આ સિવાય ભારતે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામે પણ શ્રેણી રમવાની છે.
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા: સંપૂર્ણ શેડ્યૂલ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની શરૂઆત જેની 3 મેચ રાંચી, રાયપુર અને વિઝગમાં રમાશે. પાંચ ટી-20 મેચોની સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે અને સિરીઝની છેલ્લી મેચ 19 ડિસેમ્બરે રમાશે.
1લી ODI - 30 નવેમ્બર - રાંચી
2જી ODI - 3 ડિસેમ્બર - રાયપુર
3જી ODI - 6 ડિસેમ્બર - વિઝગ
1લી T20 - 9 ડિસેમ્બર - કટક
2જી T20 - 11 ડિસેમ્બર - નાગપુર
3જી T20 - 14 ડિસેમ્બર - ધર્મશાલા
4થી T20 - 17 ડિસેમ્બર - લખનૌ
5મી T20 - 19 ડિસેમ્બર - અમદાવાદ
IPL 2025 પછી ભારતનું શેડ્યૂલ
IPL 2025ની સમાપ્તિ પછી, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ રમવાની છે. તે પછી ભારતે પણ બાંગ્લાદેશના પ્રવાસે જવાનું છે. ટી20 એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાશે. એશિયા કપ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2 ટેસ્ટ મેચ માટે ભારત આવશે, આ બંને મેચ મોહાલી અને કોલકાતામાં રમાઈ શકે છે. સાઉથ આફ્રિકા સામેની સીરીઝ પહેલા ભારતીય ટીમ 3 વનડે અને પાંચ ટી20 મેચ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાએ પણ ભારત સામે 2 ટેસ્ટ મેચ રમવાની છે.
આ સમય દરમિયાન, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું 2025-27 ચક્ર પણ શરૂ થશે. હાલમાં ભારતીય ખેલાડીઓનું ધ્યાન IPL 2025 પર છે, જેના કારણે ભારતને 2026 T20 વર્લ્ડ કપ માટે કેટલાક નવા ચહેરા પણ મળી શકે છે.
ભારતીય ટીમને આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમોની યજમાની કરવાની છે. બીસીસીઆઈએ આ માટે શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ગુવાહાટીમાં પણ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાશે.
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
