Indian Team: ટેસ્ટ, વનડે અને ટી20 ઈન્ટરનેશનલ.....ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની છે બાદશાહત, અહીં જુઓ રેન્કિંગ
ભારતીય ટીમ હાલમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમે 2023માં અત્યાર સુધી માત્ર T20 અને ODI મેચ રમી છે.
Indian Team ICC Ranking: ભારતીય ટીમ હાલમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમે 2023માં અત્યાર સુધી માત્ર T20 અને ODI મેચ રમી છે. બંને જગ્યાએ ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ટીમ ત્રણ વનડેની બે હોમ સિરીઝ રમી ચૂકી છે. બંને શ્રેણીમાં ભારતીય ટીમે મુલાકાતી ટીમને 3-0થી ક્લીન સ્વીપ કરી છે. આ સાથે જ ટીમે T20 ઈન્ટરનેશનલમાં પણ શ્રેણી જીતી છે.
વનડેમાં શ્રીલંકા અને પછી ન્યુઝીલેન્ડનો વ્હાઈઠ વોશ કરી, ભારતીય ટીમે ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલા ભારતીય ટીમ રેન્કિંગમાં ચોથા નંબર પર હતી, પરંતુ મહેમાન ટીમને ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમે ફરી નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. હાલમાં ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં ટોપ-3 રેન્કિંગ પર છે.
ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની રેન્કિંગ આ પ્રમાણે છે
હાલમાં ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં 115 રેટિંગ અને 3690 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. અને ઓસ્ટ્રેલિયાની ટીમ 126 રેટિંગ અને 3668 પોઈન્ટ સાથે નંબર વન પર છે. બંને ટીમો ફેબ્રુઆરી-માર્ચમાં ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમ નંબર વનનું સ્થાન મેળવી શકે છે.
આ સિવાય ICC ODI રેન્કિંગમાં ભારતીય ટીમ 114 રેટિંગ અને 5010 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ભારતીય ટીમે હાલમાં જ ન્યૂઝીલેન્ડને વનડેમાં 3-0થી હરાવીને આ સ્થાન હાંસલ કર્યું હતું. અગાઉ ન્યુઝીલેન્ડ નંબર વન પર હતી. હવે કીવી ટીમ 111 રેટિંગ અને 3229 પોઈન્ટ સાથે બીજા નંબર પર આવી ગઈ છે.
તે જ સમયે, T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ 267 રેટિંગ અને 17,636 પોઈન્ટ સાથે નંબર વન પર છે. આ પછી ટી20 ચેમ્પિયન ઈંગ્લેન્ડ 266 રેટિંગ અને 13,029 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે. વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે 21 રને જીતી હતી. લખનઉમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને કીવીઓને 6 વિકેટથી હરાવ્યું.